Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પી.પી.પંડયાને મરણોતર ' પુરાતત્વ મહારત્ન' એવોર્ડ જાહેર

દેશવિદેશમાં આદરપ્રાપ્ત સંસ્થા દ્વારા પુરાતત્વવિદ : સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિધા પ્રતિષ્ઠાનમ- એસજીવીપી દ્વારા પુરાતત્વવિદના કાર્યોની તેમના જન્મશતાબ્દી વર્ષે અમુલ્ય કદર

 રાજકોટઃ તા.૨૮, આઘ્યાત્મીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્ત્િ।ઓમાં રાષ્ટ્રીય નહી પણ આંતર રાષ્ટ્રીય કક્ષાએ નોંધનીય અને આદરપાત્ર સ્થાન, ધરાવનાર શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (એસજીવીપી) - અમદાવાદ સંસ્થા દ્વારા રાજયના પનોતા પુત્ર એવા પુરાતત્વવિદ, જેમણે વતન રાજયને રાષ્ટ્રના પુરાતત્વીય ઈતિહાસમાં મહત્વનુ સ્થાન તેમના અમુલ્ય સંશોધનો થી અપાવ્યુ, તેવા મહાન સંશોધક શ્રી પી.પી.પંડયાને તેમના પુરાતત્વ ક્ષેત્રના ભગીરથ કાર્યો બદલ મરણોત્ત્।ર ' પુરાતત્વ મહારત્ન ' એવોર્ડ આપવાનુ જાહેર કરવામાં આવેલ છે.

પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડયાએ પ્રાગૈતિહાસીક, આઘ્યઐતિહાસીક અને ઐેતિહાસીક સમયના ૨૦૦ ઉપરાંત સ્થળો શોઘ્યા છે. (રેકર્ડ પર છે) આજ સુધી ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિના સૌથી વધુ સ્થળો શોધનાર પુરાતત્વવિદ સૌરાષ્ટ્ર રાજયના પુરાતત્વ વિભાગના વડા હતા. ત્યાર બાદ મહાદ્વિભાષી મુંબઈ રાજયના સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત અને મુંબઈ શહેર વિસ્તારના વડા હતા. ગુજરાત રાજયની સ્થાપના થતા પુરાતત્વ વિભાગના સૌ પ્રથમ વડા તરીકે ચાર્જ સંભાળે તેના બે માસ પહેલાજ આ વિરલ પુરાતત્વવિદનું ફકત ૩૯ વર્ષની નાની વયે અવશાન થયું.

પુરાતત્વવિદ પી.પી.પંડયાએ ફકત દસ વર્ષની સંશોધનયાત્રા દરમ્યાન આશરે ૨૦૦૦ કિ.મી.નો સંશોધનાત્મક પગપાળા પ્રવાસ કર્યો. પાસ્ચાત્ય વિઘ્વાનોએ સૌરાષ્ટ્રને પુરાતત્વની દષ્ટિએ બંધીયાર પ્રદેશ જાહેર કરેલો (પ્રાચીન સંસ્કૃતિ વગરનો), પી.પી.પંડયાએ તેમના આ મતને ખોટો સાબીત કર્યો જયારે તેમણે મઘ્યકાલીન પાષણ યુગના પાંચ સ્થળો શોધ્યા અને તેથી આદિમાનવની હયાતી સિઘ્ધ કરી. ત્યાર બાદ લદ્યુપાષણ ઓજારો બનાવતા માનવના ૨૦ સ્થળો શોધ્યા, હરપ્પન સંસ્કૃતિના ૬ા ટીંબાઓ શોઘ્યા, પંદરસો વર્ષ પ્રાચીન ક્ષત્રપ કાલીન ૧૧૦ વસાહતો શોધી, મૈત્રક કાલીન મંદિરો શોધ્યા. સોમનાથ, પ્રભાસ પાટણમાં બે વખત ઉત્ખનનો કરી ઈ.સ. પૂર્વે ૧૨૦૦ થી ઈ.સ.ની છઠ્ઠી સદી સુધીના ૧૮૦૦ વર્ષની સાંસ્કૃતિક ઈતિહાસની સળંગ કડીઓ શોધીને આધ્ય એતિહાસીક કાળથી ગુપ્તકાળ સુધીનો સાંસ્કૃતિક ઈતિહાસ રજુ કર્યો. રાજકોટ જીલ્લાના રોજડી (શ્રીનાથગઢ) ખાતે ઉત્ખનન કરી હડપ્પા સમયનું ૪૫૦૦ વર્ષ પ્રાચીન કિલ્લેબંધ નગર શોઘ્યુ. ખંભાલીડા ખાતે આવેલ સુપ્રસિધ્ધ ૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌઘ્ધગુફા શોધી જે શિલ્પો ધરાવતી ગુજરાતમાં એક માત્ર બૌઘ્યગુફા છે. ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાતના શિલ્પ સ્થાપત્યનો અભ્યાસ કરી ગુજરાત શૈલીના (શીખરબંધ) મંદિરોના ઉદભવ અને ઉત્કાંતિ (ઓરી્જીન એન્ડ ઈવોલ્યુશન) અંગેનો ગહન અભ્યાસ કરી પુસ્તક પ્રકાશન કર્યું.

 પુરાતત્વવિદ પી.પી.પંડયા જામનગર જીલ્લાના લાખાબાવળ ગામના ટીબાના ઉત્ખનન સ્થળેથી તે સમયના પુરાતત્વ અને શિક્ષણ ખાતાના રાજય સરકારના પ્રધાનશ્રીને તા. ૭-ર-૧૯૫૭ના લખેલ પત્રમાં જણાવેલ કે ' મારુ એક માત્ર ઘ્યેય છે, પશ્ચીમ ભારતની સંસ્કૃતિના વિશદ સંશોધન અને પ્રકાશન પછી સિંધ, અફદ્યાનિસ્તાન અને મછ્યપૂર્વ (સુમેર પેલેસ્ટાઈન)ની સંસ્કૃતિનું સંશોધન અને સમન્વય કરવાનુ. હું આર્કિયોલોજીને વરેલો છુ અને આ કાર્યક્ષેત્રમાં કાર્ય કરતા શહિદ થવા ઈચ્છુ છું.'

 પુરાતત્વને વરેલા પી.પી. પંડયા યુ.પી.એસ.સી. દ્વારા ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં આસી. સુપ્રિન્ટેડન્ટની ઉચ્ચ હોદા, ઉચ્ચ પગારની જગ્યા પર પસંદગી પામ્યા ત્યારે વિશ્વપ્રસિઘ્ધ પુરાતત્વવિદ ડો. એચ.ડી.સાંકળીયા અને તે સમયના મુંબઈ રાજયના નાણામંત્રીશ્રી ડો. જીવરાજ મહેતાની સલાહથી પોતાના વતન રાજયમાં શરૂ કરેલ સંશોધન કાર્ય ચાલુ રાખવા પી.પી.પંડયાએ ભારત સરકારની ઉચ્ચ હોદ્દો, ઉચ્ચ પગારની જગ્યાનો અશ્વીકાર કરી વતન રાજયમાંજ સંશોધન કાર્ય ચાલુ રાખ્યું.

પુરાતત્વવિદ પી.પી.પંડયા ઉપર બે પુસ્તકો પ્રકાશીત થયેલ છે એક ' મઘ્યાહને સૂર્યાસ્ત- એક પુરાતત્વવિદની જીવનયાત્રામ ' અને બીજુ   'પુરાતત્વમાં સૌરાષ્ટ્ર-પી.પી.પંડયાની સંશોધનયાત્રા ' જેને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદા પ્રતિષ્ઠાનમ (એસજીવીપી) અમદાવાદ દ્વારા પ્રસિઘ્ધ પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડયાને 'પુરાતત્વ મહારત્ન ' એવોર્ડ જાહેર કર્યો તેને શ્રી જયાબહેન ફાઉન્ડેશન અને પંડયા પરિવારના શ્રી પીયૂષભાઈ પંડયા, શ્રી મનીષભાઈ પંડ્યા, શ્રી હિતેષભાઈ પંડ્યા, શ્રી પરેશભાઈ પંડયા, શ્રી હિમાંશુભાઈ પંડયા, શ્રી યશદતભાઈ પંડયાએ હૃદયપૂર્વક આવકારી પુરાતત્વવિદના કાર્યની અમુલ્ય કદર કરવા બદલ પૂ. સ્વામી માદ્યવપ્રિયદાસજી અને પૂ. સ્વામી બાલકૃષ્ણદાસજી પ્રત્યે ભાવપૂર્ણ આભારની લાગણી વ્યકત કરેલ છે.   આ અંગે વધુ વિગતો માટે પરેશભાઇ  પંડયા મો.૯૪૨૯૫ ૭૧૬૬૩નો સંપર્ક સાધવો.

પી.પી. પંડયા એટલે પુરાતત્વ વિભાગના ઋષીઃ પૂ.માધવપ્રિયદાસજી સ્વામી

તેમણે સૌરાષ્ટ્રને વિશ્વ ફલક ઉપર પહોચાડયું: એસજીવીપી દ્વારા જયાબેન ફાઉન્ડેશનને ૨૫ હજાર અપાશે

  રાજકોટઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનામ્ એસજીવીપી અમદાવાદ સંસ્થાના અધ્યક્ષ પૂ. સ્વામી માધવપ્રિયદાસજી એ વ્યાસપીઠ પરથી કથા બાદ પુરાતત્વવિદ શ્રી પી.પી. પંડયાને  મરણોતર 'પુરાતત્વ મહારત્ન એવોર્ડ'ની તેમના શતાબ્દી વર્ષ અનુસંધાને જાહેરાત કરતા જણાવેલ કે મહાપુરુષ પી.પી. પંડ્યાનું આજે ૧૦૦ વર્ષ થયાં આ પુરાતત્વવિદ ને હું પુરાતત્વ વિભાગના ઋષિ કહું છું.

એમણે જે કામ કર્યુ તેની બહુ જ લાંબી સુચી છે ૨૦૦ ઉપરાંત સંશોધનની  વિશ્વમાં ભારતમાં સૌરાષ્ટ્રની બહુ ગણના ન હતી પણ પી.પી. પંડ્યા એ તેમના સંશોધનથી એ સાબિત કર્યું કે સૌરાષ્ટ્ર પ્રાચીન છે અને તેના પુરાવા પણ આપ્યા છે તેમણે તપ કર્યું. યાત્રા કરી અને સંશોધનથી એ સ્થાપીત કર્યું કે   મારું સૌરાષ્ટ્ર કમ નથી સર્વથી  પ્રાચીન છે.

સ્વામી માધવ પ્રીયદાસજીએ કહ્યું કે અમને પૂરાતત્વમાં રસ છે તે એટલે છે કે આપણી પ્રાચીન દ્વારીકા, ભગવાન રામની જન્મભૂમિ સેતુબંધ અને સમજી આહવાક  કાર્ય પુરાતત્વ કર્યું છે.

  પી.પી. પંડ્યાના સંશોધનથી હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિઓ પ્રકાશમાં આવી ભગવાન શ્રીકૃષ્ણ ઐતિહાસિકતાની ભૂમિકા બાંધવામાં પણ તેઓ મદદરૂપ થયા.   ખંભાળિયાની બોધ ગુફાઓ હરપ્પન સંસ્કૃતિનું રોજડી  (શ્રીનાથગઢ) જામનગરનું લાખાબાવળ સહિતની શોધને વધાવી હતી અને કહ્યું કે મોટા મોટા પુરાતત્વવિદો ઇતિહાસકારોએ પંડ્યા સાહેબની મહત્ત્।ાની નોંધ લીધી છે તેમણે મંદિરો અને તેની શૈલીનું સંશોધન કર્યું.

સ્વામી માધવપ્રિયદાસજી એ જણાવ્યું કે પુરાતત્વદિત પી.પી.પંડયા વ્યકિતત્વ તેમના સંશોધનથી મને ખૂબ જ ગમ્યું છે તેમણે સૌરાષ્ટ્રને  વિશ્વના ફલક પર પહોંચાડયું છે તેઓ ભારત વર્ષના પુરાતત્વ વિભાગના આસી. સુપ્રી. તરીકે  નિમણંુક  પામ્યા પણ તેનો અસ્વીકાર કર્યો અને તેમણે જાણે નકકી કર્યુું કે મારી પાસે સમય છે તે હું સૌરાષ્ટ્રને અર્પણ કરીશ. તેમનું આયુષ્ય ફકત ૩૯ વર્ષનું જ રહ્યું.

' પુરાતત્વ મહારત્ન એવોર્ડ'ની જાહેરાત સાથે એસજીવીપી તરફથી પી.પી.પંડયાની સ્મૃતિમાં કાર્યરત શ્રી જયાબેન ફાઉન્ડેશનને રૂ.૨૫૦૦૦ કરવાની જાહેરાત પણ કરેલ હતી.

(3:23 pm IST)