Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કંપની સમાચાર

મઝગાવ ડોકનો આઇપીઓ કાલે ખુલશે : ૧ ઓકટોબરે થશે બંધ

અમદાવાદ : મિની રત્ન ૧ દરજ્જા સાથેની ભારત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની અને ભારતીય નૌકા દળ માટે વિનાશિકા અને પારંપરિક સબમરીનો નિર્માણ કરતું ભારતનું એકમાત્ર શિપયાર્ડ (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ઇકિવટી શેર દીઠ રૂ.૧૩૫ - રૂ.૧૪૫ની પ્રાઇસ બેન્ડ સાથે તેની ઇનિશિયલ પબ્લિક ઓફર ૨૯ સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી મૂકશે અને ૧ ઓકટોબરના રોજ બંધ થશે.ઓફર સિકયુરિટીઝ કોન્ટ્રાકટ્સ (નિયમન) નિયમો ૧૯૫૭દ્ગક્ન નિયમન ૧૯(૨) (બી) અને સિકયુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યુ ઓફ કેપિટલ અને ડિસ્કલોઝર રિકવાયરમેન્ટ્સ) નિયમન ૨૦૧૮, સુધારણા અનુસાર, બુક બિલ્ડિંગ પ્રક્રિયા થકી કરાશે, જેમાં કયુઆઈબીને નેટ ઓફરના ૫૦ ટકાથી વધુ ફાળવણી નહીં કરાશે, બિન- સંસ્થાકીય બિડરોને નેટ ઓફરના ૧૫ ટકાથી ઓછી નહીં કરાશે અને રિટેઇલ વ્યકિતગત બિડરોને નેટ ઓફરના ૩૫ ટકાથી ઓછી નહીં કરાશે.

યેસ સિકયુરિટીઝ ઇન્ડિયા લિ., એકિસસ કેપિટલ લિ., એડલવેઇસ ફાઇનાન્શિયલ સર્વિસ લિ., ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (અગાઉની આઈડીએફસી સિકયુરિટીઝ લિ.) અને જેએમ ફાઇનાન્શિયલ લિ. ઓફરની બીઆરએલએમ છે.

લોયડે રેફ્રિજરેટર સેગમેન્ટમાં પ્રવેશ

ડાયરેકટ કૂલ, ફ્રોસ્ટ ફ્રી અને સાઈડ બાય સાઈડ કેટેગરીઝ લોન્ચ

અમદાવાદ : દેશની અગ્રણી ફાસ્ટ મૂવિંગ ઈલેકિટ્રકલ ગુડ્સ (એફએમઈજી) કંપનીઓમાં સ્થાન ધરાવતી હેવેલ્સ ઈન્ડિયા લિમિટેડે તેની કન્ઝયુમર ડ્યુરેબલ બ્રાન્ડ લોયડ હેઠળ રેફ્રિજરેટર સેગમેન્ટમાં પ્રવેશની જાહેરાત કરી હતી. કંપની આ વર્ષે દિવાળી સુધીમાં બીજા વધુ ૨૫ મોડલ્સ સાથે તેની સમગ્ર રેન્જને બમણી કરશે. આ રેફ્રિજરેટર રેન્જને આધુનિક રસોડાની સુંદરતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમાં ગ્રાહકની બદલાતી જીવનશૈલી પ્રમાણે ઊર્જાની બચત થાય તેવી પણ સુવિધા છે. આકર્ષક પારદર્શક ઈન્ટિરિયર સાથે રજૂ થનારી આ રેન્જમાં બહારની તરફ સુંદર ફૂલોની ડિઝાઈન પણ મૂકવામાં આવી છે જે રેફ્રિજરેટર્સને દ્યરના સુશોભનમાં એક કલાત્મક કૃતિ તરીકે રજૂ કરે છે. આ રેફ્રિજરેટર્સ ૧૯૦ લિટર્સથી ૫૮૭ લિટર્સની ક્ષમતામાં ઉપલબ્ધ થશે જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ થી  રૂ. ૮૪,૯૯૦ વચ્ચેની હશે.

આ અંગે લોયડના સીઈઓ શ્રી શશી અરોરાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દાયકાથી લોયડ કૂલિંગ એકસપર્ટ તરીકેની ઓળખ સ્થાપિત કરી ચૂકી છે. આજે લોયડ એર કન્ડિશનર્સ સેગમેન્ટમાં ટોચની ત્રણ બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી થઈ છે. લોયડને એક સંપૂર્ણ કન્ઝયુમર ડ્યુરેબલ બ્રાન્ડ બનાવવાના અમારા પ્રયાસના ભાગરૂપે આજે અમે અન્ય કેટેગરીને મજબૂત બનાવવા ડીસી, સાઈડ બાય સાઈડ તથા ફ્રોસ્ટ ફ્રી રેન્જના રેફ્રિજરેટર્સ લોન્ચ કરી રહ્યા છીએ. મેક ઈન ઈન્ડિયાના ઉદ્દેશ્ય સાથે અમે અમારા તમામ રેફ્રિજરેટર્સનું ઉત્પાદન દેશમાં જ કરીશું જેથી ગ્રાહકોને વધુ સારી ગુણવત્ત્।ા તથા જરૂરિયાત પ્રમાણેના ફેરફારો સાથેની પ્રોડકટ્સ પૂરી પાડી શકાય.

UTI એસેટ મેનેજમેન્ટ કંપની લિ.નો આઇપીઓ આવતીકાલે ખુલશે

 અમદાવાદ,તા.૨૮ : UTI એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ ('કંપની') ક્રિસિલના જણાવ્યા મુજબ, ૩૦ જૂન, ૨૦૨૦ સુધી ભારતમાં કુલ AUMની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની અને મ્યુચ્યુઅલ ફંડ QAAUM (કવાર્ટલી એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ)ની દ્રષ્ટિએ ભારતમાં આઠમી સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. કંપની ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ રૂ. ૧૦માં ફેસ વેલ્યુ ધરાવતા ઇકિવટી શેરનો ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) લાવશે ('ઇકિવટી શેર' અને આ પ્રકારની ઇનિશિયલ પબ્લિક ઓફર, 'ઓફર'). ઓફર ૧ ઓકટોબર, ૨૦૨૦ના રોજ બંધ થશે. ઓફરના પ્રાઇસ બેન્ડ ઇકિવટી શેરદીઠ રૂ. ૫૫૨ થી  રૂ. ૫૫૪ નક્કી કરી છે.

ઓફરમાં વિક્રેતા શેરધારકો દ્વારા ૩૮,૯૮૭,૦૮૧ ઇકિવટી શેર સુધીની ઇનિશિયલ પબ્લિક ઓફર સામેલ છે (ત્યારબાદ પરિભાષિત કર્યા મુજબ), જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ('એસબીઆઈ') દ્વારા ૧૦,૪૫૯,૯૪૯ ઇકિવટી શેર, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ('એલઆઇસી')ના ૧૦,૪૫૯,૯૪૯ ઇકિવટી શેર, બેંક ઓફ બરોડા ('બીઓબી')ના ૧૦,૪૫૯,૯૪૯ ઇકિવટી શેર, પંજાબ નેશનલ બેંક ('પીએનબી')ના ૩,૮૦૩,૬૧૭ ઇકિવટી શેર અને ટી. રોવે પ્રાઇસ ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા ૩,૮૦૩,૬૧૭ ઇકિવટી શેર ('ટીઆરપી' અને એસબીઆઈ, એલઆઇસી, બીઓબી અને પીએનબી સાથે સંયુકતપણે 'વિક્રેતા શેરધારકો')ની ઓફર સામેલ છે. ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ ('એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન') દ્વારા ખરીદી માટે ૨૦૦,૦૦૦ ઇકિવટી શેર સુધીનું રિઝર્વેશન (કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇકિવટી શેર મૂડીનો ૦.૧૬ ટકા) સામેલ છે. અહીં હવે પછી એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સિવાયની ઓફરને 'નેટ ઓફર' કહેવામાં આવી છે.  ઓફર અને નેટ ઓફરમાં કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇકિવટી શેર કેપિટલ અનુક્રમે ઓછામાં ઓછી ૩૦.૭૫ ટકા અને ૩૦.૫૯ ટકા હશે.

કેતન ખત્રી

(3:11 pm IST)