Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજપીપળા શહેરમાં પાણીપુરીની લારી પર ગ્રાહકો એકઠા કરી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ

ખુદ ટાઉન પીઆઇ એન.એસ.પરમારએ લાલ આંખ કરી જાહેરનામાની ભંગ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હાલ નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય અને જાહેરનામું લાગુ હોવા છતાં કાયદાનું પાલન ન કરતા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરતી હોય જેમાં ગતરોજ રાજપીપળા ટાઉન પીઆઇ એન.એસ.પરમારે ખુદ રાજપીપળા ગવર્મેન્ટ હાઈસ્કૂલ સામે પાણીપુરી નો ધંધો કરતા કમલપ્રતાપ જયરામ ખુશલા ને પાણીપુરી ની લારી પર સાત ગ્રાહકો ને ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ કરવા બાબતે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

(3:03 pm IST)