Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અમદાવાદના ૨૭ વિસ્તારોમાં રાત્રિ કર્ફયુ જાહેર

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણયઃ રાતના ૧૦ પછી તમામ બજારો-દુકાનો બંધ રહેશે

અમદાવાદ તા.૨૮: અમદાવાદમાં કોરોનાએ માથુ ઉંચકતા મહાનગરપાલિકાએ ૨૭ જેટલા વિસ્તારોમાં રાત્રિ કર્ફયુનો નિર્ણય લીધો છે. રાત્રિના ૧૦ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે. માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે.

અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં આવતા એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, બોપલ, ઇસ્કો વગેરેએ ટોળાશાહી થતી હતી અને સોશ્યલ ડિસ્ટન્ટનું પાલન થતુ ન હતું. એટલું જ નહીં કોરોનાની ગાઇડલાઇન્સનો પણ ભંગ થતો હતો. આથી, મ્યુનિ. કોર્પો.એ એક બેઠક યોજી વસ્ત્રાપુર, બોપલ, સોલાના ૨૭ જેટલા વિસ્તારોમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવા નિર્ણય લીધો હતો.

મહાનગરપાલિકાએ બાળકો અને વૃદ્ધોને કોરોના સંક્રમણથી બચાવવા માટે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

જે વિસ્તારોમાં રાત્રિના દુકાનો ખોલી નહીં શકાય તેમાં પ્રહલાદનગર રોડ, કર્ણાવતી કલબ રોડ, આનંદનગર રોડ, કોર્પોરેટ રોડ, એસ.જી. હાઇવે, ઇસ્કોન ક્રોસ રોડથી સતત ૪થી પાંચ સર્વિસ રોડ, સિંધુ ભવન રોડ, બોપલ-આંબલી રોડ, ઇસ્કોન-બોપલ-આંબલી રોડ, ઇસ્કોન-આંબલી રોડ હેબતપુર વચ્ચેનો વિસ્તાર, સાયન્સ સીટી રોડ, સીલજ સર્કલથી નજીકનો રોડ, આંબલી સર્કલથી વૈષ્ણોદેવી, સી.જી. રોડ, લો ગાર્ડન, ડ્રાઇવિંગ રોડ, શ્યામલ ક્રોસ રોડ, જીવરાજ ક્રોસ રોડ, આઇઆઇએમ રોડ, શિવરંજની-જોધપુર ક્રોસ રોડ, રોયલ અકબર ટાવર પાસે રીસાલા સર્કલ, સરખેજ રોજા, સાણંદ ક્રોસ રોડ વગેરેનો સમાવેશ થાય છે.

(4:07 pm IST)