Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સુરતમાં બહારથી આવતા મુસાફરોમાં 3 ટકા લોકો કોરોના પોઝિટિવ મળ્યા

બહારથી આવતા 46,450 લોકોનાં ટેસ્ટ કરાયા: અત્યાર સુધીમાં 79 મુસાફરો કોરોના પોઝિટિવ

સુરત જિલ્લા બહારથી આવતા 46,450 લોકોનાં ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધીમાં 79 મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. સુરત બહારથી આવતા 3 ટકા મુસાફરોમાં કોરોના હોવાનુ સામે આવતા શહેરીજનોમાં ફફડાટ ઉભો થઇ ગયો છે. કોરોનાનો ગ્રાફ નીચે લાવવા માટે બસ ડેપો અને રેલ્વે સ્ટેશન પર કોરોના ટેસ્ટ સઘન કરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા તંત્ર પણ ચિંતાગ્રસ્ત બન્યુ છે. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કેસ વધતા પાલિકા સર્વે કરાવશે તે પણ સામે આવ્યુ છે. આંગણવાડી અને શિક્ષણ સમિતિનાં સ્ટાફ પાસે સર્વે કરાવામાં આવશે. આ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના વકારવાનાં કારણો જાણવા પ્રયાસ કરવામાં આવશે.

(1:43 pm IST)