Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

આ અદભૂત અને અલ્હાદાયક નયનરમ્ય દ્રશ્ય વિદેશનુ઼ નહિ, અમદાવાદની પોલીસ કમિશ્નર કચેરીનું છે

રાજકોટઃ કોરોનાની મહામારી અને તેના સતત સમાચારોને કારણે લોકોના તથા પોલીસના માનસ તનાવગ્રસ્ત બની રહયા છે. તેવા સમયે અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર (એડમન અને હેડ કવાર્ટર) દેશ-વિદેશમાં જેના ચિત્ર પ્રદર્શનો થઇ રહયા છે તેવા અજય ચૌધરી દ્વારા સકારાત્મક વલણ માટે જાણીતા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સાથે ચર્ચા કરી પોલીસ કમિશ્નર ઓફીસમાં અદભુત લોન સાથે ફુગ્ગાઓનું સુંદર સમન્વય કરી પોલીસ કમિશ્નર કચેરીની મુલાકાતે આવતા લોકો તથા પોલીસ કમિશ્નર કચેરીમાં  આવતા પોલીસ અધિકારીઓ અને સ્ટાફને આવા નયનરમ્ય દ્રશ્યો જોઇ તનાવમુકત વાતાવરણમાંથી મુકિત મળે તેવો અદભુત પ્રયોગ થયો છે. આ પ્રયોગને રાજયના પોલીસ વડા આશીષ ભાટીયા સહીતના ઉચ્ચ અધિકારીઓ તથા સમાજના વિવિધ વર્ગના લોકો દ્વારા આવકાર સાંપડયો છે. ફેસબુક લાઇવ દ્વારા પણ અજય ચૌધરીએ લોકોના મનમાં રહેલા કોરોના પ્રત્યેના વિચારો દુર થાય અને સાચી સમજણ મળે તે માટે પ્રયાસો કરવામાં આવેલ જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અજય ચૌધરીના પત્ની દિપશીખાબેન  ચૌધરી કે જેઓ સંગીતનું ખુબ જ જ્ઞાન ધરાવે છે તેઓ દ્વારા પણ પોલીસ સ્ટાફ અને પરીચીતો તનાવમુકત થાય તે માટે ફેસબુક લાઇવ દ્વારા સંગીતની સુંદર મહેફીલ કર્ણપ્રીય ગીતો દ્વારા જમાવાઇ હતી. રાજકોટ મહિલા મિલન કલબના પ્રમુખ રીટાબેન કોટક દ્વારા તમામ ગૃપમાં આ કાર્યક્રમ શેર કરવામાં આવેલ. સભ્યોએ પણ આવકાર આપ્યો હતો. (૪.૧૦)

(12:19 pm IST)