Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

આણંદના હાડગુડ ગામમાં બાંગ્લાદેશીઓને શરણ આપી ખોટા ભારતીય દસ્તાવેજ ઉભા કરનાર આરોપી ઝડપાયો

840 ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદેસર કોમ્પલેક્ષ બનાવી બાંગ્લાદેશીઓને શરણ આપ્યું: આણંદ એસઓજીએ શાબીરશાં દિવાન મામાને ઝડપી લીધો

આણંદના જીલ્લાના હાડગુડ ગામમાં બાંગ્લાદેશીઓ શરણ આપનાર તથા તેઓના ખોટા ભારતીય દસ્તાવેજના પૂરાવા ઉભા કરનાર અને 36 દિવસથી નાસતા ફરતા માથાભારે આરોપીને આણંદ એસઓજીએ ઝડપી પાડ્યો.

આણંદ જીલ્લાનાં હાડગુડ ગ્રામ પંચાયતને ગરીબોના આવાસ માટે કલેક્ટર દ્વારા નીમ કરવામાં આવેલ જમીન ઉપર ગુનાહિત ઇતિહાસ ધરાવતા પંચાયતના સભ્ય સાબીરશાં દિવાન દ્વારા 840 ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યું છે. અને તે કોમ્પલેક્ષમાં બાંગ્લાદેશીઓને સરણ આપવામાં આવી હતી.

સાંબીરશાં દિવાન દ્વારા બાંગ્લાદેશીઓના ખોટા ભારતીય દસ્તાવેજી પુરાવા પણ ઉભા કરવામાં આવ્યાં હતા જે વાતની જાણ આણંદ એસઓજી પોલીસને થઇ જતા પોલીસે તે જગ્યા ઉપર છાપો મારીને ૧૪ બાંગ્લાદેશીઓને ઝડપી પાડયા હતા.

તમામને પોલીસ સ્ટેશન લાવી વધું પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળેલ કે બાંગ્લાદેશીઓને શરણ આપનાર તથા તેઓના ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરનાર મુખ્ય આરોપી સાંબીરશાં દિવાન છે. તે વાતની જાણ પોલીસને થતા તેના વિરૂધ ગુનો દાખલ કર્યો હતો અને તેને ઝડપી પાડવા માટે તેની શોધખોળ શરૂ કરી હતી અને છેવટે 36 દિવસ બાદ પોલીસે છટકું ગોઠવીને આણંદ ખાતેથી મુખ્ય આરોપી શાબીરશાં દિવાન મામાને ઝડપી પાડીને ઝેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

(9:08 pm IST)