Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સુરતમાં ફરી સ્કૂલવાન ચાલકની બેદરકારી: રિવર્સ લેતી વખતે માસુમ બાળકને કચડયો : ઘટના સીસીટીવીમાં કેદ

લોકોએ બુમાબુમ કરી મૂકી : દુર્ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચી

સુરતમાં ફરી સ્કૂલવાન ચાલકની બેદરકારી સામે આવી છે. સુરતના વેસુ આવાસ વિસ્તારમાં વાનચાલકે રિવર્સ લેતી વખતે એક બાળકને કચડવાની ઘટના બની છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

 સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાળક સાયકલ ચાલવતી વખતે નીચે પડી જાય છે તે દરમિયાન વાનચાલક ધ્યાન રાખ્યા વિના જ ગાડી રિવર્સમાં લે છે અને અચાનક આ બાળક વાન નીચે આવી જાય છે. આ ઘટના જોઈને લોકોએ બુમાબુમ કરી. આ દુર્ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

(12:55 am IST)