Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

નોકરી જોઈએ તો બીજા જિલ્લામાં જાવ: તાપીના રોજગાર મેળામાં કેબિનેટમંત્રી ગણપત વસાવાનું વિવાદી નિવેદન

સરકાર પાસે સ્થાનિક રોજગારીની કોઈ યોજના નથી.: યુવકોનો આક્ષેપ

 

તાપીના રોજગાર મેળામાં રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ વિવાદીત નિવેદન આપ્યું છે. વસાવાએ સંવેદનહીન નિવેદન આપીને રોજગારી જેવા ગંભીર મુદ્દા પર યુવકોને કહ્યું કે નોકરી જોઈએ તો બીજા જિલ્લામાં જાવ.

 વધુમાં ગણપત વસાવાએ કહ્યું કે તાપી વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. તેથી યુવાનો પાસે સુરત અને વલસાડમાં રોજગારી મેળવવાની ઉજ્જવળ તકો છે. બીજી તરફ સ્થાનિક યુવકોએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકાર પાસે સ્થાનિક રોજગારીની કોઈ યોજના નથી.

(12:52 am IST)