Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આણંદમાં ભાલેજ રોડ પાસે ફાટક પાસે ઉભેલો યુવાન ટ્રેનની અડફેટે: એક્સીલેટર વધી જતા ચાલતી ટ્રેન સાથે અથડાયો

યુવકને પોતાનો પગ ગુમાવવાનો વારો આવ્યો : ઘટના CCTVમાં કેદ

આણંદમાં ભાલેજ રોડ પાસે એક યુવાન ટ્રેનની અડફેટે આવ્યો હતો. યુવાન રેલવે ફાટક પાસે ટુ વ્હિલર લઈને ઉભો હતો. અને પોતાના વાહનનું એક્સીલેટર વધી જતા ચાલતી ટ્રેન સાથે અથડાઈ ગયો હતો.

  અત્રે ઉલેલ્ખનીય છે કે યુવક રેલવેનો ફાટક ક્રોસ કરીને ફાટકની અંદરની બાજુએ ઉભો હતો અને ઘટનામાં યુવકને પોતાનો પગ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં  કેદ થઈ હતી.

(12:46 am IST)