Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સુરતમાં ફરી અંડરવર્લ્ડના નામે ધમકી અને ખંડણી : છોટા રાજન ગૅંગના નામે બિલ્ડર પાસે 10 લાખની ખંડણી માંગનાર બે શખ્શોની ધરપકડ

સાતથી આઠ જણા ઑફિસમાં જબરજસ્તી ઘૂસી ગયા : ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને પંજાબીને ઝડપી લીધા

સુરતમાં બિલ્ડર પાસે 10 લાખની ખંડણી માંગવાના મામલે બે આરોપીઓની ધરપકડ કરાઈ છે  શહેરમાં ફરી અન્ડરવલ્ડના નામે ધમકી સાથે ખંડણી માંગવાની ઘટના બની છે જેમાં  બિલ્ડર દ્વારા ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે  આ ગૅંગના બે સાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસ પોલીસ મુખ્ય આરોપીને પણ ઝડપી પાડવાનો દાવો કર્યો છે

આ અંગે મળતી વિગત મુજબ સુરતના વેસુના બિલ્ડર નેહલ કાંતીલાલપોતાના સીટીલાઇટ રોડના હિરાપન્ના શૉપિંગ સેન્ટરમાં ઑફિસ ધરાવે છે. બિલ્ડર નેહલ બે દિવસ પહેલા માથાભારે અનિલ કાઠી અને છોટા રાજના ગેંગ સાથે ઘરોબો ધરાવતા ઓ.પી.સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી સહિત સાતથી આઠ જણા હીરાપન્ના શૉપિંગ સેન્ટરની ઑફિસમાં જબરજસ્તી ઘૂસી ગયા હતા.

   ઑફિસના કર્મચારી રાજન માવાપુરી તેના મલિક મામલે ધમકી આપવા સાથે રૂપિયા 10 લાખની ખંડણી પણ માંગી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી લીસે આ મામલે તપાસ શરુ કરી હતી. જેમાં સીસીટીવી માં દેખાતા તમામ આરોપીની ઓળખ કરીને આ ગૅંગના અને અનિલ કાઠી માટે કામ કરતા બે શખ્શોને ઝડપી પાડ્યા હતા

  . ઝડપાયેલ આરોપી અગાવ પણ અનેક ગુનામાં ઝડપાઇ ચૂકયા હતાપકડાયેલ આરોપી સાકીર અગાવ ધંધુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારમાં, બોટાદના બરવાળા પોલીસમાં મારામારીમાં અને નડિયાદના માતર પોલીસમાં દારૂના ગુના પકડાઈ ચૂક્યો છે. જયારે સાકીર જામનગરના કાલાવડ પોલીસમાં દારૂ પીવાના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે

(12:15 am IST)