Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

મોડી રાતથી અને વહેલી સવારથી અનેક જિલ્લામાં વરસાદ ટૂટી પડશે: જોર વધતું જશે

 

રાજકોટ : ગુજરાતમાં આજે મોડી રાત્રે અને વહેલી સવારથી અનેક ગામો-શહેરો-જિલ્લામાં વરસાદ તૂટી પડશે અને પછી વરસાદની માત્રા વધતી જશે તેવું જાહેર થયું છે.

 

  હવામાન ખાતાના કહેવા પ્રમાણે અમદાવાદ અમરેલી આણંદ અરાવલી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા દાહોદ ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જુનાગઢ ખેડા મહેસાણા મહીસાગર મોરબી નર્મદા પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા અને વડોદરામાં આજે મોડી રાતથી અને વહેલી સવારથી જોરદાર વરસાદની આગાહી થઈ છે.

વરસાદની માત્રા અને જોર વધતું જશે તેવું પણ હવામાન ખાતા દ્વારા જાહેર થયું છે.

અકિલા પહેલા જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલને ટાંકીને આગાહી જાહેર કરી દીધી છે.

 

(11:44 pm IST)