Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રોંગ સાઈડ વાહન હંકારનારાઓ સાવધાન : અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઈવ

ટુ અને થ્રી વ્હીલર પાસેથી 1500 અને ફોર વ્હીલરના 3000 અને ભારે વાહનો પાસેથી .5000 નો દંડ વસૂલાશે

 

અમદાવાદ : રોંગ સાઈડ વાહન હંકારનારાઓ માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે

  અમદાવાદમાં રોંગ સાઇડ વાહનો ચલાવતા વાહનચાલકો સામે ટ્રાફિક વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે  મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ટ્રાફિક પોલીસે અમદાવાદનાં 37 વિસ્તારમાં 128 રોડ પર સૌથી વધુ લોકો રોંગસાઈડ વાહન ચલાવતા જોવા મળ્યા હતા.

તમામ રોડની યાદી ટ્રાફિક જેસીપી જે.આર. મોથલિયાએ તમામ ટ્રાફિક વિભાગોને આપીને કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા હતા. ટુ અને થ્રી વ્હીલર પાસેથી રૂ.1500 નો દંડ ફટકારવામાં આવશે. જ્યારે ફોર વ્હીલરના રૂ.3000 અને ભારે વાહનો પાસેથી રૂ.5000 નો દંડ વસૂલવામાં આવશે.

(11:35 pm IST)