Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમદાવાદ એસઓજી ક્રાઈમના પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ: લીબડીના સોની પાસેથી 40 હજારના તોડમાં ફસાયા

પીએસાઇ બીડી ભટ્ટ અને ચાર કોન્સ્ટેબલ સામે બળજબરીપૂર્વક પૈસા પડાવવાનો ગુનો નોંધાયો

અમદાવાદ એસઓજી ક્રાઇમના એક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને એસઓજીના ડીસીપી હર્ષદ પટેલે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે આ જ પીએસઆઇ ભટ્ટ અને તેમની સાથેના ચાર કોન્સ્ટેબલો સામે ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાયો છે

આ અંગે મળતી વિગત મુજબ  લીંબડીના સોની કિરીટ ભાઇ બાલાણી શહેરમાં આવ્યા હતા ત્યારે આ પીએસઆઇને બાતમી મળી કે તેમની પાસે હથિયાર છે.જેથી તેઓ તપાસવા ગયા તો માત્ર ધંધા માટે લીધેલું ચાંદી મળી આવ્યું હતું

   વેપારી પાસે બિલો માંગતા વેપારીએ 40 હજારની લેવડ દેવડ કરીને મામલો પતાવ્યો હતો. આ પોલીસકર્મીઓને સસપેન્ડ કરાયા હોવાનું જાણવા મળતા વેપારી પોલીસ કમિશનરને મળવા ગયા હતા. બળજબરઇથી પૈસા પડાવ્યા હોવાની રજૂઆત કરતા કમિશનરે ક્રાઇમબ્રાંચને ગુનો નોંધવા આદેશ કર્યો હતો. જેને લઇને 40 હજાર રૂપિયા પડાવનાર પીએસાઇ બીડી ભટ્ટ અને ચાર કોન્સ્ટેબલ સામે બળજબરીપૂર્વક પૈસા પડાવવાનો ગુનો નોંધાયો છે.

(10:59 pm IST)