Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

નો પાર્કિંગ છતાં પોલીસનાં વાહનો પાર્ક કેમ ? લોકોએ સવાલ ઉઠાવતા ટ્રાફિક પોલીસે વાહનોને ટોઈંગ કર્યા

રાવપુરા પોલીસ મથક પાસે થયેલી બબાલને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વડોદરા રાવપુરા પોલીસ મથક પાસે જ ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ટ્રાફિક નિયમનને લઈને બોલાચાલી થઈ હતી. વાહન ચાલકોનો આક્ષેપ હતો કે પોલીસના વાહનો પણ નો પાર્કિંગમા પડ્યા હોવા છતાં ટ્રાફિક પોલીસે રાવપુરા પોલીસ મથકની બહાર પાર્ક કરેલા પોલીસ વાહનો ઉંચકી લીધા હતા.

વાહન ટો કરવાના મુદ્દે વાહન ચાલકો અને ક્રેનના માણસો વચ્ચે બબાલ થઈ હતી. જેથી પોલીસ મથક પાસે પાર્ક કરેલ પોલીસ કર્મીઓના વાહનો ટો કરવા વાહન ચાલકોએ ઉગ્ર રજુઆત કરી હતી.

 લોકોના રોષને પરખી ગયેલી ટ્રાફિક પોલીસ અને સ્ટાફ દ્વારા રાવપુરા પોલીસ મથકની બહારથી પોલીસના વાહનો ટોઈંગ કરવાની ફરજ પડી હતી. રાવપુરા પોલીસ મથક પાસે થયેલી બબાલને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

(10:24 pm IST)