Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

કડાણા ડેમના 14 દરવાજા 9 ફૂટ ખોલાયા : નીચાળવાળા ગામોને એલર્ટ : ઘોડિયાર અને હાડોડ બ્રિજ પાણીમાં ગરકાવ

ડેમમાંથી 2 લાખ 25 હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું

 મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણી છોડતા ડેમમાં પાણીની આવક 1 લાખ 45 હજાર ક્યુસેક નોંધાઈ છે. ડેમના 14 ગેટ 9 ફૂટ સુધી ખોલીને 2 લાખ 25 હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે

  . ડેમની હાલની જળ સપાટી 417 ફુટ છે. જ્યારે ભયજનક સપાટી 419 ફૂટ છે. ડેમમાંથી પાણી છોડતા નિચાણવાળા ભાગને એલર્ટ આપવામાં આવ્યું છે. પાણી છોડતા ઘોડિયાર તેમજ હાડોડ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે

(10:02 pm IST)