Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા :ઉમરા વિસ્તારમાં કારનો કાચ તોડી 12 લાખથી વધુની ચોરી કરનાર બે તસ્કરો પકડાયા

આરોપીઓની પૂછપરછ દરમ્યાન અન્ય ગુના ઉકેલાઈ તેવી શકયતા

સુરતના ઉમરા વિસ્તારમાં પાર્ક કરેલ ઓડી કારનો કાચ તોડી રૂપિયા બાર લાખથી વધુની ચોરી કરનાર બે આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે બે મોબાઇલ સહિત લાખોની રકમ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે

   . આરોપીઓની પૂછપરછ દરમ્યાન અન્ય ગુના ઉકેલાઈ તેવી શકયતા પણ પોલીસે વ્યકત કરી છે. લાખોની ચોરીની આ ઘટના બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત ઉમરા પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓને ઝડપી પાડવા તપાસના કામે લાગી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી.

(9:45 pm IST)