Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પાટણમાં 6 ઈંચ વરસાદ ખાબકતા 100 જેટલા ઘરોમાં ઘુસ્યા પાણી: કોર્પોરેટરે અસરગ્રસ્તો માટે રસોડું શરુ કર્યું

કોર્પોરેટરે 100 પરિવારના 700 જેટલા સભ્યો માટે રસોડું શરૂ કર્યુ

પાટણ શહેરમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. કાલિકા રોડ વિસ્તારના ધનવાડા વિસ્તારમાં 100 જેટલા પરિવારોના ઘરોમાં પાણી ભરાતા મુશ્કેલ સ્થિતિ ઉભી થઇ છે.ત્યારે આ વિસ્તારના કોર્પોરેટરે 100 પરિવારના 700 જેટલા સભ્યો માટે રસોડું શરૂ કર્યુ છે.

  ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાતા અનેક પરિવારો ચિંતામાં મુકાયા હતા. ઘરવખરી પાણીમાં પલળી જતા જમવાનું બનાવવાની મુ્શ્કેલી ઉભી થઈ હતી.

(8:49 pm IST)