Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઉપરવાસના ભારે વરસાદથી મેશ્વો નદી ગાંડીતુર : 29 ગામોને એલર્ટ કરાયા

શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફલો થતા નદીના તટમાં આવતા 29 ગામોને સાવધ રહેવા સૂચના

શામળાજી : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મેશ્વો નદી ફરી ગાંડીતૂર બની છે. મેશ્વો નદીના કારણે શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફલો થયો છે. મેશ્વો નદીના તટમાં આવતા 29 ગામોને હાલમાં સાવધ રહેવા સૂચના આપી દેવાઇ છે

  . હાલમાં મેશ્વો નદીના નીર શામળાજી હોસ્પિટલને જતા પુલને અડકીને પસાર થઇ રહ્યા છે. જેથી મેશ્વો નદીના રોદ્રરૂપને જોવા માટે ઘણા લોકો મેશ્વો નદીના કિનારે ઉમટી પડયા હતા.

(8:57 pm IST)