Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સુરતના વરાછામાં મહિલાને પેટમાં દુખાવો ઉપાડ્યો : તબીબે સારવારને બહાને છાતીના ભાગે હાથ ફેરવ્યો

શારીરિક અડપલાં કરતા છેડતીખોર તબીબ ગોયાણીની ધરપકડ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી મહિલા પેટમાં દુઃખાવો ઉપડતા ઘર નજીક આવેલી  ક્લિનિકમાં સારવાર લેવા  ગઈ હતી. આ સમયે ક્લિનિકમાં હાજર તબીબ ગોયાણી દ્વારા સારવારના બહાને મહિલાની શારીરિક છેડતી કરવાનો પ્રયાસ કરાયો હતો.

   રિપોર્ટ માટે ડોક્ટરે મહિલાને મશીનની નીચે સુવડાવી દીધી  જે બાદ ડોક્ટરે મશીનના કાચના નીચેના ભાગમાંથી મહિલાની સારવારને બહાને છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો. મહિલા ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક ક્લિનીકમાંથી નીકળી ગઈ હતી.

મહિલાએ પોલીસ ફરિયાદ કરતાં આ બનાવ સામે આવ્યો હતો. મહિલાએ સમગ્ર ઘટના તેના પતિને કહી હતી. પત્નીની વાત સાંભળતા જ પતિ-પત્ની બંન્ને વરાછા પોલીસ મથકમાં પહોંચ્યા હતો અને તબીબ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. તબીબે મહિલાની સારાવાર કરવાના બહાને તેની સાથે શારીરિક અડપલાં કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

(8:56 pm IST)