Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમદાવાદના માંડલના કેશવપુરા ગામમાં ગાંધીજીની 150મી જન્મજયંતીની ભાગરૂપે કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધા યોજાઈ

વિજેતાઓને રોકડ રકમના ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા

  વિરમગામ: અમદાવાદ જિલ્લા ના માંડલ તાલુકાના કેશવપુરા ગામમાં ગાંધીજી ની 150 જન્મ જયંતી ની ઉજવણીના ભાગરૂપે કલા ઉત્સવ હેઠળ ચિત્રનો "વિષય પ્લાસ્ટિક મુક્ત ભારત",નિબંધ માં " ગાંધીજી ને પત્ર" કાવ્ય લેખનમાં "ગાંધીજી ના રચનાત્મક કાર્યો આધારિત કાવ્ય લેખન"અને વકતૃત્વ સ્પર્ધામાં " મને આવેલું ગાંધીજીનું સ્વપ્ન"જેવા વિષયોની સ્પર્ધા માં બાળકો મન મૂકીને વર્ષી પડ્યા હતા

  . ક્લસ્ટર કક્ષાએ  આ સ્પર્ધા યોજવામાં આવી,જેમાં આજનો ઉત્સવ શાળાની બાળાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને, ખુલ્લો મુકવામાં આવ્યો, અને પ્રથમ બીજો અને ત્રીજો,નંબર આપવામાં આવ્યો,અને તેમને અનુક્રમે 300,200,100, રૂપિયા રોકડા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. 

 દાલોદ ક્લસ્ટર ની10 શાળાઓ એ ભાગ લીધો,જેમાં એસ એમ સી સભ્યો, ગ્રામજનો, શાળાનો સ્ટાફ  સી આર સી સાહેબ આર બી મકવાણાતથા આચાર્ય કાંતિભાઈ પટેલ, અમિત ભાઈ, હિંમતભાઈ, વશરામભાઇ,અને નિર્ણાયક તરીકે આવેલા દલસુખભાઈ,મયુરભાઈ ચંદ્રકાંત ભાઈ,ગૌતમભાઈ, સૌ સાથે મળી ને આ ઉત્સવ ને ખરેખર ઉત્સવ બનાવી દીધો હતો. એક બાળક ને જે ગાંધીજીનું આવેલું સ્વપ્ન ખરેખર તમામ ને આવે તો દુનિયાની તમામ સમસ્યા હાલ થઈ જાય, આદર્શો આબેહૂબ આત્મસાત થયાં હતાં

(7:03 pm IST)