Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સુરતના કાપડબજારમાં છેતરપિંડીની 2 અલગ અલગ ઘટના: પિતા-પુત્રો સહીત બે દલાલોએ 19.25 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરની કાપડ બજારમાં છેતરપિંડીની બે અલગ અલગ ઘટનામાં રૃ19.25 લાખની ઠગાઈની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. તે પૈકી ખટોદરા શિવ આશિષ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ફલાવરી ફેશનના નામે વેપાર કરતા પિતા-પુત્રો વિરુધ્ધ છેતરપીંડીની વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

વેસુ કેનાલ રોડ જી ડી ગોએન્કા સ્કુલ પાસે કેપિટલ ગ્રીનમાં રહેતા રાહુલભાઈ હરીકિશન અસીજા રીંગરોડ લિજન્ડ ટેક્સટાઇલ માર્કેટમાં બિપસન પ્રિન્ટસ પ્રાઇવેટ લિમિટેડના નામે ડ્રેસ મટીરીયલ અને ફેબ્રિક કાપડનો વેપાર કરે છે. ખટોદરા જોગણી માતાના મંદિરની પાસે શિવ આશિષ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ફલાવરી ફેશનના વેપારી મદનલાલ ભંવરલાલ જાવર અને તેમના બે પુત્રો કૈલાશ અને અશોકે રૃા.16,94,116 નું પ્રિન્ટેડ કાપડ મગાવ્યા બાદ પેમેન્ટ કર્યું નહોતું.

(5:36 pm IST)