Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વડોદરાની ડભોઇ વેગા ચોકડી નજીક બાઈક પર જતા બે યુવકોને પોલીસે તમંચા સાથે ઝડપી પાડ્યા

વડોદરા: શહેરની ડભોઈ વેગા ચોકડી પાસે બાઈક પર જતાં બે યુવકોને તમંચો સાથે ગ્રામ્ય એસ..જી.ની ટીમે ઝડપી પાડયા છે. તમંચા ક્યાંથી લાવ્યા હતા ? કોને આપવાના હતા ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, ગ્રામ્ય એસ..જી.ને માહિતી મળી હતી કે, બે યુવકો ક્વાંટથી બાઈક પર તમંચો લઈને આવવાના છે. જેથી એસ..જી.ના ઈન્ચાર્જ પીઆઈ એમ.એન.રાઠોડની સૂચનાથી સ્ટાફના જવાનોએ ડભોઈ વેગા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

(5:33 pm IST)