Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વડોદરાના નિઝામપુરામાં બાઈક સવાર બે લૂંટારુઓ બે વિદ્યાર્થીનીઓને લૂંટી મહિલાનો અછોડો તોડતા અરેરાટી: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ

વડોદરા: શહેરના નિઝામપુરામાં બાઈક સવાર લૂંટારાઓએ બે વિદ્યાર્થીઓને લૂંટી લીધા બાદ ગઇકાલે બપોરે એક સિનિયર સિટિઝન મહિલાનો લોકોની અવરજવર વચ્ચે હાથ પકડીને અછોડો તોડી લીધો હોવાનો બનાવ બન્યો છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૃ કરી છે.

 નિઝામપુરા જતા રોડ ઉપર યોગ નિકેતન પાસે બે દિવસ પહેલાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને બાઈક સવાર બે લૂંટારાએ તમે લોકોએ અમારું પર્સ તમે લીધું છે.. તેમ કહી માર માર્યો હતો અને તેમના ખિસ્સામાંથી રૃા. દોઢ હજાર લૂંટી લીધા હતા. બનાવ બાદ ગઈકાલે બપોરે નિઝામપુરા ભવાનીપુરા નજીક  બાઈક સવાર લૂંટારા ફરી ત્રાટક્યા હતા.

(5:32 pm IST)