Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમદાવાદના એસજી હાઇવે પર અક્સમાતની ઘટનામાં ભરખમ વધારો: કારે એક્ટીવાને હડફેટે લીધી: સુરતના યુવકનું કમકમાટીભર્યું મોત: યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ: શહેરમાં એક તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ લિમિટના કાયદાના પાલનના દાવા કરી રહી  છે તો બીજીતરફ એસજી હાઇવે પર બેરોકટોર પૂર ઝડપે  દોડતા ફોર વ્હીલરથી અકસ્માતના બનાવો બની રહ્યા છે. સોલા આર.સી.ટેકનીકલ ચાર રસ્તા પર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં સુરતના યોગા ચેમ્પીયન યુવકનું કારની ટક્કરથી મોત નીપજ્યું જ્યારે એક્ટિવા પાછળ બેઠેલી યુવતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે   ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે કે સુરતના ઓલપાડ તાલુકાના ઇસનપુર ગામના વતની અને અમદાવાદમાં યોગાના ક્લાસ ચલાવતા યોગા ચેમ્પીન નીર્મલકુમાર અનીલભાઇ પટેલ   (..૨૩) ગઇકાલે રાત્રે ૧૦.૩૦ વાગે ગોતા હોસ્ટેલ પરથી પોતાની સ્ત્રી મિત્ર ભારતીબહેન .આર. સોલંકી (..૨૫)ને એક્ટિવા પાછળ બેસાડીને સોલા આર.સી.ટેકનીકલ ચાર રસ્તાથી પસાર થઇ રહ્યા હતા.

(5:30 pm IST)