Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પાવાગઢના જંગલમાંથી માનવી ઉપર હૂમલો કરનારા દિપડાને રેસ્ક્યુ સેન્ટરમાં રખાતા સમાજ અને કુટુંબ ભાવનાના દર્શનઃ રાત્રે અન્ય દિપડાના આંટાફેરા

પાવગઢઃ પાવગઢમાં દીપડાઓમાં બનાવવામાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવેલા માનવભક્ષી દીપડાઓને મળવા માટે જંગલમાંથી અન્ય નર અને માદા આવતા હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું છે. રેસ્ક્યુ સેન્ટરમાં પિંજરામાં પુરવામાં આવેલા દીપડાઓને મળવા જંગલમાંથી નર અને માદા દીપડા આવી રહ્યા છે. આ વાતથી સમજાય છે કે પ્રાણીઓમાં પણ સમાજભાવના હોય છે.

જંગલમાંથી માનવ વસતીમાં આવીને હુમલા કરતા દીપડાઓને વન વિભાગ દ્વારા પકડીને પાવાગઢમાં બનાવવામાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે છે. આ રેસ્ક્યુ સેન્ટરની બહાર સીસીટીવી ફીટ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ આ સીસીટીવી ચેક કરવામાં આવ્યા ત્યારે જોવા મળ્યું કે, દર બે દિવસે જંગલમાં રહેલા દીપડાઓ નિયમિત રીતે રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે. બહાર જંગલમાંથી આવતા નર અને માદા દીપડા રેસ્ક્યુ સેન્ટરની બહારના ભાગમાં આખી રાત રોકાય છે અને સવાર પડતાં જતા રહે છે. આ વાતથી એ સમજાય છે કે, પ્રાણીઓમાં પણ સમાજભાવના-કુટુંબભાવના હોય છે. હાલ કુલ 9 માનવભક્ષી દીપડાને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

(5:12 pm IST)