Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ખાડીયા ગામની કુણ નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળતા અનેક તર્ક વિતર્કો: રહસ્ય અકબંધ

પંચમહાલ જિલ્લામાં આવેલ શહેરા તાલુકા તેમજ ગોધરા તાલુકામાં થઈ પસાર થતી કુણ નદીના પાણીમાં ફીણના ગોટે ગોટા જોવા મળતા ભારે તર્ક વિતર્કો સાથે રહસ્યમય અકબંધ જોવા મળ્યું હતું. આ કુણ નદી કેવડીયા થી શહેરા તાલુકાના ડુમેલાવ ગામ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થઈ ગોધરા તાલુકાના ટીમ્બા ગામ પાસે આવેલ મહી નદીમાં મળે છે.

આ નદીમાં ફીણના ગોટે ગોટા કયા કારણોસર જોવા મળ્યા છે તેનું રહસ્ય અકબંધ રહ્યું છે પરંતુ એક વાત સ્પષ્ટ કહી શકાય કે આ નદીમાં જોવા મળેલ ફીણના ગોટે ગોટા ક્યાંક પાણીના ક્ષારને લીધે અથવા કોઈક કેમિકલ યુક્ત પાણીના પ્રવાહને કારણે આવું બની શકે છે જો આ નદીનું ફીણ યુકત પાણી ખેતી માટે ઉપયોગ કરવામાં આવે કે કોઈ પશુધન પીવે તો તેની ગંભીર અસર જોવા મળે છે. જેથી આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા ગોધરા પાસે આવેલ ખાડીયા ગામમાંથી પસાર થતી કુણ નદીના વિસ્તાર ની વહેલી તકે મુલાકાત લઈ યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(1:48 pm IST)