Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

મુખ્યમંત્રી રૂપાણીએ ઓટોમેટિક વેધર સ્ટેશન અને વોટર લેવલ રેકોર્ડર કાર્યરત કરવા આપી મંજૂરી

૮૨ નવા ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થપાશે : ૧૦૪ નદીઓ ઉપર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર લગાવાશે : ૭૬ મોટા જળાશયો પર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર કાર્યરત કરાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઈઙ્ગ રૂપાણીએ રાજયમાં નવા ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવવા અને મોટા જળાશયો પર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર સિસ્ટમ બેસાડવાને સૈદ્ઘાંતિક મંજૂરી આપી છે.

રાજય સરકાર દ્વારા જળસંશાધનના વધુ સુદ્રઢ અને અસરકારક અમલીકરણ માટે રિયલ ટાઇમ ઇન્ફરમેશન સિસ્ટમ બનાવવા રૂ.૨૬.૨૫ કરોડના ટેન્ડર મંજૂર કર્યા છે.

રાજયની નદીઓ તેમજ મોટા જળાશયોમાં રહેલા પાણીની રિયલ ટાઈમ માહિતી મળી રહે તેના માટે ૧૦૪ નદીઓ અને ૭૬ મોટા જળાશયો પર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર લગાવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર માટે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેકટ અંતર્ગત ભારત સરકારે ૧૦૦ ગ્રાન્ટ તરીકે ૮ વર્ષના સમયગાળા માટે કુલ રૂ.૧૦૧ કરોડ મંજૂર કરેલા છે.

(1:33 pm IST)