Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જાહેર વિતરણ વ્યવસ્થાની જિલ્લાવાર સમીક્ષા કરતા અમૃતભાઈ પટેલ

રાજકોટઃ ગુજરાત રાજ્ય અન્ન આયોગના અધ્યક્ષ શ્રી અમૃતભાઈ પટેલ અને સભ્ય સચિવ શ્રી એમ.એ. નરમાવાલા રેશનકાર્ડ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાની જિલ્લાવાર સમીક્ષા કરી રહ્યા છે. તેમણે આણંદ જિલ્લાની મુલાકાત લઈ સમીક્ષા બાદ સંતોષકારક કામગીરી બદલ કલેકટર દિલીપકુમાર રાણાની ટીમને અભિનંદન આપ્યા હતા. બેઠકમાં નિવાસી અધિક કલેકટર પી.સી. ઠાકોર, પુરવઠા અધિકારી ગોપાલ બામણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨-૬)

 

(11:57 am IST)