Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વડોદરામાં પ્રજાના પૈસાએ મોંઘાદાટ મોબાઈલનો વિવાદ :વિપક્ષ નેતાએ મોબાઈલ પાછો આપી દીધો

 

વડોદરામાં પ્રજાના પૈસે મોંઘાદાટ મોબાઈલના જલસા કરવાના મુદ્દે જબરો વિવાદ જાગ્યો છે ત્યારે વિપક્ષના નેતા નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાને મળેલો મોંઘોદાટ મોબાઇલ ફોન પરત કરી દીધો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે સુરત કોર્પોરેશન બાદ વડોદરા કોર્પોરેશનમાં પણ સાશક વિપક્ષને મળેલા મોબાઇલને લઇ વિવાદ સર્જાયો હતો. જોકે વિવાદ સર્જાતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની નૈતિક જવાબદારી સમજીને મોબાઇલ પરત કર્યો અને પોતાના પૈસે મોબાઇલ ખરીદવાનો નિર્ણય કર્યો

  . જોકે હજૂપણ વડોદરા કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટિ મેયર કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે નાગરિકોમાં સવાલ ચર્ચાઇ રહ્યો છે કે શું વિપક્ષ બાદ સાશકો પોતાનો મોબાઇલ પરત કરશે

(8:41 am IST)