Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દમણ પાલીકાએ સાત હાઈરાઈઝ બિલ્ડીંગને તોડી પાડવાનો આદેશ કરતા બિલ્ડર લોબીમાં ખળભળાટ

ફાયર સેફ્ટીનું પાલન ન કરાયું હોવાથી પાલિકાએ લાલ આંખ કરી

 

દમણ પાલીકાએ દમણની 7 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગ તોડી પાડવા આદેશ કર્યો છે. ફાયર સેફ્ટીનું પાલન કરાયું હોવાથી પાલિકાએ લાલ આંખ કરી હતી.

અગાઉ નિયમો પાલન કરવા દમણ પાલિકાએ બિલ્ડરોને નોટિસ પાઠવી હતી. પરંતુ તેની અવગણના થતા આખરે દમણ પાલિકા પગલા લીધા હતા. દમણ પાલિકાના આદેશથી દમણ બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે.

(11:09 pm IST)