Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વડોદરાના હરણી ઍરફોર્સ સ્ટેશને ઍરશો યોજાયો: સારંગ હેલિકૉપ્ટરના કરતબોએ આકર્ષણ જમાવ્યું

આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમ દ્વારા 8,000 ફૂટની ઉંચાઈએથી જમ્પ મારી દિલધડક કરતબ કરાયું

વડોદરામાં ભારતીય વાયુસેના દ્વારા ઍરશોનું આયોજન કરાયું હતું જેમાં સારંગ હેલકૉપ્ટર્સની ટીમ દ્વારા કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું

  ઍરફોર્સના હરણી વિમાન મથકે યોજાયેલા શોમાં હેલિકૉપ્ટર્સ ઉપરાંત ઍરફૉર્સના વિવિધ વિમાનો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ શો નિહાળવા માટે શહેરની સ્કુલ કૉલેજના વિદ્યાર્થીઓનો ઍરફોર્સ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઍરફોર્સને જાણો થીમ પર યોજાયેલા ઍર શોના માધ્યમથી વિદ્યાર્થીઓને ઍરફોર્સમાં જોડાવા માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ ઍરશોમાં વડોદરાના જ પાયલટ ધનવીરે સારંગ હેલિકૉપ્ટર્સની ટીમમાં ભાગ લઈ અને ઘરઆંગણે પોતાનું કૌશલ બતાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ હતું.

   ઍરશોમાં મહિલા પાયલટ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો. મહિલા પાયલટ સ્નેહાએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી અને ભારતીય વાયુસેનાની કામગીરી વિશે માહિતી આપી અને મહિલાઓ માટે આ ક્ષેત્રમાં કેવી તક છે તેની ચર્ચા કરી હતી.

ઍરશોમાં આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમ દ્વારા 8,000 ફૂટની ઉંચાઈએથી સફળતાપૂર્ક જમ્પ મારી દિલધડક કરતબ કરાયું હતું. વિદ્યાર્થીઓ સ્કાયડાઇવિંગ નિહાળી પ્રભાવિત થયા હતા.

   આ ઍરશોમાં ગરૂડ કમાન્ડરની ટીમ દ્વારા ઑપરેશન દર્શાવવામાં આવ્યું હતું. કોઈ આપાતકાલિન સ્થિતિ આવી પડે ત્યારે ગરૂડ કમાન્ડોની ટીમ કેવી રીતે કામ કરે છે તેનું નિદર્શન આ ઍરશોમાં કરવામાં આવ્યું હતું.

(10:05 pm IST)