Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અમૂલ ડેરી ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ના નવા મેનેજીંગ ડિરેક્ટર પદે અમિત વ્યાસ

કૌભાંડના વિવાદ બાદ પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમે રાજીનામું આપ્યું હતું

અમૂલ ડેરી ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમીટેડના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે અમિત વ્યાસની નિમણૂંક કરાઈ છે અમૂલ ડેરી ખાતે ગુરૂવારે બોર્ડ મિટીંગ યોજાઈ હતી જેમાં અમૂલ ડેરીમાં છેલ્લા કેટલાએ સમયથી જનરલ મેનેજર તરીકે ફરજ બનાવનાર અમિત વ્યાસની મેનેજિંગ ડિરેક્ટર તરીકે પસંદગી કરાઈ છે

   અત્રે ઉલ્લેખનીય છે કે જાણીતી અમૂલડેરીનું 48000નું ટર્નઓવર ધરાવે છે જેમાં 450 કરોડનું કૌભાંડ થયું હોવાનો વિવાદ ચાલી રહ્યો હતો. જેને પગલે અમૂલ ડેરી, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમે રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ 5-6 મહિનાથી એમડીનો ચાર્જ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.ના જયેન મહેતા સંભાળી રહ્યા હતા. જોકે, બોર્ડ મીટીંગમાં આખરે પદ પર અમિત વ્યાસની નિમણૂંક કરી તેમને એમડીનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે.

  મનેજિંગ ડિરેક્ટર પદ માટે લગભગ 150 જેટલી એરજીઓ આવી હતી, જેમાંથી સોર્ટ લીસ્ટ કર્યા બાદ 20 લોકોને ઈન્ટરવ્યૂ તરીકે બોલાવવામાં આવ્યા હતા. અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢી અને ઇરમાના પ્રતિનિધિ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂ બાદ કમિટી દ્વારા નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે અમૂલ ડેરીમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત અમિત વ્યાસની પસંદગી કરવામાં આવી હતી.

(1:10 am IST)