Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સાબરકાંઠાના ભાવપુરમાં ફેકટરીમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ: લોક રોષ ભભૂક્યો :કંપનીની બે ગાડીઓ-ઓરડીને આગ લગાડાઇ

કંપનીના માલિક અને સ્ટાફ જીવ બચાવવા ભાગ્યા : ફેક્ટરીમાં તોડફોડ:પોલીસ પહોંચી

સાબરકાંઠાના ભાવપુર ગામે અનુપમ સિરામિક કંપનીની ફેક્ટરીમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી લોક રોષ ભભૂક્યો છે લોકોના ટોળા કંપની પર ઉમટી પડ્યાં હતાં. ગુસ્સે ભરાયેલાં લોકોએ કંપનીની 2 ગાડી અને ફેક્ટરીની ઓરડીને આગ ચાંપી દીધી હતી. કંપનીના માલિક અને સ્ટાફ જીવ બચાવવા માટે ભાગી છુટ્યા હતા

   અંગે મળતી વિગત મુજબ ભાવપુર ગામમાં આવેલી અનુપમ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં કંપનીમાં કામ કરતા મજૂરે એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરવાની વાત વાયુવેગે ફેલાઈ જતાં લોકોનાં ટોળેટોળાં કંપની પર ઉમટી પડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ ફેક્ટરીમાં તોડફોડ કરવાનું ચાલુ કર્યું હતું

ડરી ગયેલા ફેક્ટરીના માલિક અને સ્ટાફ જીવ બચાવવા માટે ભાગી છુટ્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીને પકડવાની માગ સાથે કંપનીમાં પાર્ક કરેલી બે ગાડી અને કંપનીની ઓરડીને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને મામલો કાબુમાં લીધો હતો

(1:14 am IST)