Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાજ્યમાં ગ્રામ્યસ્તરે વહીવટીકાર્ય થશે ઠપ્પ :પહેલી ઓક્ટોબરથી તલાટીઓની હડતાલ

પડતર માંગણીઓ મુદ્દે રાજ્યમાં 10 હજાર તલાટીઓ હડતાલનું શસ્ત્ર ઉગામશે

 

અમદાવાદ :આગામી તારીખ 1લી ઓક્ટોબરથી રાજ્યમાં ગ્રામ્ય સ્તરે વહીવટી કાર્ય ઠપ્પ થઇ જશે. વિવિધ પડતર માંગણીઓને પગલે પંચાયત વિભાગના તલાટીઓ 1લી ઓક્ટબરથી હડતાળ પર ઉતરશે. જેના કારણે વહીવટી કાર્ય ઠપ્પ થાય તેવી શક્યતા છે.

  તલાટીઓએ દરેક જિલ્લાના પ્રાંત અધિકારી અને સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ પડતર માંગણીઓનો કોઇ ઉકેલ આવતા રાજ્યના અંદાજે 10 હજારથી વધુ તલાટીઓ હડતાળ પર ઉતરી જશે. તલાટીઓ અલગ-અલગ પ્રકારે વિરોધ વ્યક્ત કરી પડતર માંગણીઓ મુદ્દે સરકારને ઢંઢોળશે.

(9:57 pm IST)