Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગાંધીનગરના વીજીલન્સ મામલતદારનો ખોટો હોદો ધારણ કરી સાડા ત્રણ લાખની લાંચનો પ્રથમ હપ્તો રૂ. પ૦ હજાર સ્વીકારતા ઝડપાયા

રાજકોટઃ  એસીબી સમક્ષ એક ફરિયાદીએ એવી રજુઆત કરી હતી કે તેમના પિતાનું  નામ   ૭/૧ર ના  ઉતારામાં ઉમેરવા માટે વીજીલન્સ મામલતદાર નોર્થ ઝોન ગાંધીનગરના ચંદ્રકાંત ભાઇ સોનીએ નામ દાખલ કરી આપતો હુકમ કરી આપવા માટે તેની પાસેથી સાડા ત્રણ લાખ રૃપીયાની લાંચની માંગણી કરી છે. અને આ માટે પ૦ - પ૦ હજાર રૂપીયાના હપ્તા કરવાનું પણ  નકકી થયાનું ફરીયાદમાં ફરીયાદીએ જણાવેલ.

ફરિયાદીની ઉપરોકત ફરીયાદ આધારે એસીબીએ ત્રણ લાખની લાંચ પૈકી રૃ. પ૦ હજારની લાંચનો હપ્તો સ્વીકારતા કહેવાતા મામલતદારને છટકામા ઝડપી લીધેલ હતા. એસીબી તપાસમાં એેવો ધડાકો થયો હતો કે પોતાને વીજીલન્સ મામલતદાર તરીકે ઓળખાવતા શખ્સ પાસે ખરેખર કોઇ હોદો જ નથી ખોટા હોદા ધારણ કરી લોકોને ખંખેરી રહ્યા હતા.

એસીબી વડા કેશવકુમારના આદેશ અનુસાર ઉકત શખ્સની વિશેષ તપાસ કરી તેની પાસે રહેલ વીજીલન્સ કમિશ્નર અને વીજીલન્સ મામલતદારના સિકકાઓ એસીબીએ કબજે કર્યા હતો.

(9:26 pm IST)