Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અમદાવાદ કોર્પોરેશન સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં રેકીંગ મેળવવા ઇન્‍દોર મોડલ અપનાવશેઃ પ૦૦ સેનિટેશન સ્‍કવોડ મેમ્બર્સ નાગરિકોને કચરો અલગ પાડતા શીખવાડશે

અમદાવાદ: સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્કિંગ મેળવવા અને શહેરમાં રહેલાદેખીતા કચરાથી છૂટકારો મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવેઈન્દોર મોડલઅપનાવશે. ગુરુવારે AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો કે 500 સેનિટેશન સ્ક્વોડ મેમ્બર્સ નાગરિકોને કચરો અલગ પાડતાં શીખવાડશે. સ્ક્વોડ મેમ્બર્સ 3 મહિના સુધી ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી વાન સાથે આવશે. AMCના અધિકારીઓનો દાવો છે કે, કચરો લેવા આવતું વાહન જ્યાં પણ કચરો લેવા ઊભું રહેશે ત્યાં થીમ સોન્ગ વગાડવામાં આવશે જેથી શહેરને સ્વચ્છ શહેરનું બિરુદ અપાવવાનું લોકોમાં જોમ વધે.

ઈન્દોરમાં જાણીતી ઉક્તિ છે કે, “પોલીસ વાહનો કરતાં લોકો IMCના પીળા પેટ્રોલિંગ વાહનોથી વધુ ડરે છે.” જીપમાં આવતાં સેનિટેશન ઈન્સ્પેક્ટર અથવાદરોગાહજીપાસે અધિકાર છે કે કચરો ફેંકનારા કોઈપણ વ્યક્તિ પાસેથી 100 રૂપિયાથી લઈને 1 લાખ સુધીનો દંડ વસૂલી શકે છે. 2015માં કરવામાં આવેલી એક PILથી ઈન્દોરનાસ્વચ્છતા સત્યાગ્રહની શરૂઆત થઈ. આખા શહેરમાં ઠેર ઠેર ગંદકી જોઈને હાઈકોર્ટે IMCની ઝાટકણી કાઢી હતી. શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરે શહેરમાંથી 1800 જેટલા સ્પોટ ઓળખી કાઢ્યા જ્યાં સ્વચ્છતાનો અભાવ હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશને ઈન્દોરની સોલિડ વેસ્ટ મેનજમેન્ટ સિસ્ટમ સુઘડ બનાવવા માટે લગભગ 60 કરોડ રૂપિયા ખર્ચ્યા. હાલમાં ઈન્દોર જઈને આવેલા AMCના એક વરિષ્ઠ અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈંડિયાને જણાવ્યું કે, “શહેરની ગલીઓમાંથી સૌપ્રથમ તો મોટી કચરા પેટીઓ હટાવાઈ. પહેલા જ્યારે ડોર-ટુ-ડોર કચરો લેવાની સેવાનો અભાવ હતો ત્યારે લોકો પ્લાસ્ટિકની કોથળીમાં કચરો ભરીને મોટી કચરા પેટીઓમાં ફેંકતા હતા. જેના કારણે કચરા પેટીની આસપાસ મોટા પ્રમાણમાં કચરો હતો અને ખોરાકની શોધમાં ગલીઓમાં રખડતાં પ્રાણીઓ ત્યાં વધુ ગંદકી કરતા હતા.”

પહેલા તો રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગનો કચરો લેવા માટે જુદી-જુદી સુવિધા ઊભી કરવામાં આવી. સ્વચ્છતા પ્રહરી ટીમના 400 સભ્યો ડોર-ટુ-ડોર કચરો લેવા જતી વાન સાથે સતત બે મહિના સુધી ફર્યા અને લોકોને કચરો અલગ પાડતાં શીખવ્યું અને તેમને ચોક્કસ સોલ્યુશન પણ આપ્યા.

(5:24 pm IST)