Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કામરેજ ટોલનાકા નજીક ભરૂચથી પશુઓને કતલખાને લઇ જવાતા બચાવાયા

કામરેજ:તાલુકાના ચોર્યાસી ગામની સીમમાં ને.હા.નં. ૪૮ પર ટોલનાકા ખાતેથી પોલીસે ૧૦ પાડીયા ભરી સુરત જતા બોલેરો પીકઅપ સાથે ચાલકની ધરપકડ કરી છે. બોલેરોમાં ભરૂચથી ૧૦ પાડીયા એકબીજા ઉપર ટુંકા દોરડાથી બાંધેલા હતા.  જેને પાંજરાપોળમાં મોકલી દીધા હતા.

ચોર્યાસી ગામની સીમમાં ને.હા.નં. ૪૮ પર ગુરૂવારે સવારે ૭ વાગે બાતમી આધારે પોલીસે ભરૂચ તરફથી આવતી બોલેરો પીકઅપ (નં.  જીજે-૧૯-એક્સ- ૨૩૧૨)ને અટકાવી હતી. પોલીસે પીકઅપ ચાલક અજીમ ઐયુબ મુનસી (ઉ.વ. ૩૦, રહે. નાગોરીવાડ મોહલ્લો, તા.જિ. ભરૂચ)ને પકડી લઇ બોલેરો પીકઅપમાં પાછળ જોતા પાડીયો ટુંકા દોરડા વડે એકબીજા પર ખીચોખીચ ભરીને બાંધેલા હતા. 

(5:11 pm IST)