Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વડોદરા : અલગ-અલગ જગ્યાએ વિધવા મહિલાને પેંશન અપાવવાના બહાને છેતરપિંડી આચરનાર મહિલા ઠગની ધરપકડ

વડોદરા:રાજ્યના અનેક શહેરોમાં સિનિયર સિટિઝન અને એકલવાયી વૃધ્ધાઓને પેન્શન અપાવવાને બહાને તેમના દાગીના પડાવી લેતી મહિલા ઠગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે.

વિધવાઓને સરકારી સહાય,એકલવાયી વૃધ્ધાઓને પેન્શન તેમજ વિવિધ સરકારી યોજના હેઠળ સબસિડિ અપાવવા જેવી વાતોમાં ફસાવી મામલતદાર ઓફિસમાં રજૂ કરવાના ફોર્મ પર જો દાગીના પહેર્યા હોય તેવો ફોટો હશે તો સહાય નહીં મળે તેમ કહી દાગીના કઢાવ્યા  બાદ ફરાર થઇ જતી સઇદાબીબી ફિરોજખાન અશરફખાન પઠાણ (રહે.ઠાકોરવાસ, દાગજીપુરા ગામ, ઉમરેઠ, આણંદ)ને ક્રાઇમ બ્રાન્ચે આજે ઝડપી પાડી હતી.

સઇદાબીબી નર્મદા ભુવન પાસે કોઇ મહિલાને ફસાવવા માટે જાળ બિછાવા આવી હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ આર મૂછાળ,લક્ષ્મીભાઇ, બ્રિન્દાબેન અને સ્ટાફના માણસોએ વોચ રાખી તેને ઝડપી પાડી હતી.આ મહિલા ઠગે પાંચ દિવસ પહેલાં રાજપીપળામાં એક મહિલાને આજ રીતે સ્ટુડિયોમાં ફોટો પડાવવા લઇ જઇ તેના રૃા.૯૦ હજારની કિંમતના દાગીનાની લૂંટ ચલાવી હોવાની વિગતો ખૂલતાં તેને રાજપીપળા પોલીસને હવાલે કરાઇ  છે.

(5:11 pm IST)