Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

માતર તાલુકાના લીંબાસીમાંથી ત્યજી દીધેલ હાલતમાં નવજાત બાળકી મળી આવતા અરેરાટી

માતર:તાલુકાના લીંબાસીમાંથી આજે સવારે ત્યજી દીધેલ તાજી જન્મેલ બાળકી મળી આવી હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના લીંબાસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વરંડા પાસેથી આજે સવારે કપડામાં લપેટેલ કોઈ યુવતીએ પોતાની કુખે જન્મેલ બાળકીને માતૃત્વ છુપાવવાના આશયથી બે દિવસ પહેલાં જન્મેલ બાળકીને ત્યજી દીધી હોવાનું જણાય આવે છે. આ બનાવની જાણ થતા નવજાત બાળકીને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીંબાસીમાં દાખલ કરેલ છે આ બાળકીને અનાથ આશ્રમમાં મોકલી આપવા તેમજ ચાઈલ્ડ લાઈન અધિકારીને જાણ કરવામાંં આવી છે. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:07 pm IST)