Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સસ્તા અનાજના દુકાનદારોને અનાજની ઓછી ફાળવણી થાય છે : આ માટે ગાંધીનગરનું તંત્ર જવાબદાર : આવેદન

ડીસેમ્બરથી ગામડાઓમાં કેરોસીન બંધ થાય છે તો તાકીદે ગેસ કનેકશન ફાળવો : DSOને રજૂઆત

રાજકોટ, તા. ર૮ : મૂળ સરધારના સામાજીક કાર્યકર યુસુફભાઇ જુણેજાએ ડીએસઓને આવેદન પાઠવી ગરીબોને રેશન કાર્ડ ઉપર મળતા અનાજનો પુરતો જથ્થો આપવા બાબતે રજૂઆત કરી હતી.

આ આવેદનમાં જણાવેલ કે, છેલ્લા ત્રણ માસથી ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મારફત સસ્તા અનાજના દુકાનદારોને એન.એી.એસ.એ. ના અનાજની ફાળવણી ઓછી કરવામાં આવેલ છે. આ માટે ગાંધીનગરથી નીકળતી અભિમન્યુના ચક્રવ્યૂહ જેવી પરમીટ પ્રથા જવાબદાર છે. હાલ તમામ રેશનકાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક થઇ ગયેલ હોય નોંધાયેલા તમામ લાભાર્થી મુજબ સસ્તા અનાજના દુકાનદારોને જથ્થો આપવો જોઇએ.  ડીસેમ્બર-ર૦૧૮થી ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીન બંધ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસોઇ બનાવવા માટે કેરોસીન મુખ્ય ઇંધણ હતું હવે વહેલી તકે તમામ પરિવારોને ગેસ કનેકશનો ફાળવી આપવા જોઇએ. અનાજની પરમીટ માટે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ફૂડ સીકયુરીટી એકટની જોગવાઇ મુજબ અદાલતમાં જાહેર હીતની અરજી દાખલ કરી અને દાદ માંગવામાં આવશે. સરકારશ્રી હાલ જયારે કુપોષણ સામે અભિયાન ચલાવી રહી છે તેવા સમયે ગરીબો માટેના અનાજમાં કાપ મૂકવો વ્યાજબી નથી તેમજ જો ગરીબ પરિવારો એન.એફ.એસ.એ. યોજનામાં બાકી રહી ગયા હોય તેવાઓને નિયમ મુજબ કમીટી બોલાવી યાદીમાં સામેલ કરી આપવા વિનંતી છે તેમ ઉમેરાયું હતું. (૮.૭)

 

(12:01 pm IST)