Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

લોક પ્રતિનિધિ તરીકે ચુંટાયેલા પદાધિકારીઓએ સુશાસન માટે આયોજનબધ્ધ કામગીરી કરવી પડશે

રાજયની નગરપાલીકાઓ સમુધ્ધ બને તે માટે સેમીનારો યોજાતા ધનસુખભાઇ ભંડેરી

રાજકોટઃ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની એક યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહયો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહયા છે  નગરપાલીકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર નિર્ણાયક, સંવેદનશીલ, પારદર્શક અને પ્રગતીશીલના ચાર આધારસ્તંભો પર   કાર્યરત છે ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણીમજયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત  ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા  રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગર પાલિકાઓને રોડ, રસ્તા, લાઈટ ગટર, પાણી ઉપરાંત બગીચાઓના વિકાસ કાર્યોની સાથોસાથ લોકોને સુખાકારી જળવાય તેવા હેતુથી પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર ખાતે તબકકાવાર સેમીનાર યોજાયા બાદ સુરત અને વડોદરા ખાતે સેમીનાર યોજાયો હતો.

જેમાં પ્રથમ બેઠક સુરત ઝોનની ભરૂચ ખાતે યોજાઈ હતી. જેમાં સમાવિષ્ઠ ૨૦ નગરપાલિકા પૈકી તાપી જિલ્લાની સમાવિષ્ઠ નગરપાલિકા વ્યારા,  સોનગઢ, નર્મદા જિલ્લાની રાજપીપળા નગ૨પાલિકા, નવસારી જિલ્લાની નવસારી,વિજલપોર, બીલીમોરા, ગણદેવી નગરપાલિકા, ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, જંબુસર આમોદ નગરપાલિકા, વલસાડ જિલ્લાની વલસાડ, તાપી, પારડી, ધરમપુર, ઉમરગામ, સુરત જિલ્લાની બારડોલી વિ. ખાતે  યોજાઇ હતી.  જેમાં સમાવિષ્ઠ ૨૬ નગર પાલિકાઓ પૈકી પંચમહાલ જિલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, દાહોદ જિલ્લાની દાહોદ, ઝાલોદ, દેવગઢબારીયા, વડોદરા જિલ્લાની ડભોઈ, પાદરા, કરજણ, સાવલી, આણંદ જિલ્લાની આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, વલ્લભવિધાનગર, કરમસદ, આંકલાવ, ઓડ, બોરીયાવી, સોજીત્રા, છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુરના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર, એન્જીનીયર, સેનેટરી ઈન્સપેકટર સહીતના સાથે આ સેમીનારમાં ઉપસ્થિત રહયા હતા, જેમાં સુરતની પ્રથમ ઝોન બેઠક ભરૂચ ખાતે અને બીજી વડોદરા ઝોનની બેઠક વલ્લભવિદ્યાનગર ખાતે યોજાઈ હતી, જેનો પ્રારંભ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ દિપ પ્રાગટય કરીને કરાવ્યો હતો. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી બી.સી. પટણી સુરત પ્રાદેશીક કચેરીના કમિશનર અમીત અરોરા, તેમજ વડોદરા પ્રાદેશીક કચેરીના કમિશનર અમૃતેજ સહિતના સાથે અધિક કલેકટર તેમજ આઈ.એ.એસ.  ઓફીસરો ઉપસ્થિત રહી ગ્રાન્ટનો ઉપયોગ થાય તે માટે ખાસ કરી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જનભાગીદારી યોજના, આગવી ઓળખના કામો, ભુગર્ભ આનુસાંગિક ગ્રાન્ટ તેમજ નગરપાલિકાઓમાં ગટરના કામો અંગે રીવ્યુ બેઠક લીધી હતી અને ભુગર્ભ ગટરના કામો સાથોસાથ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્વચ્છ ભારત મિશન તેમજ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી અમૃત સીટી યોજના અમલમાં આવી છે. તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતુ કે વિકાસની સાથોસાથ નાગરીક અને આરોગ્ય પરિવહન, જાહેર સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતો માટે લોકોની અપેક્ષાઓ પણ વધવા લાગી છે ત્યારે લોકપ્રતિનિધિ તરીકે ચુંટાયેલા પદાધિકારીઓએ લોકોની વધતી જતી અપેક્ષાને ધ્યાનમાં લઈ સુશાસન માટે આયોજનબધ્ધ કામગીરી કરવી પડશે અને વહીવટી અને કાયદાકીય જ્ઞાનની એકબીજા સાથે આપ-લે થાય અને જાણકારીમાં વૃધ્ધી થાય તે માટે આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.

અંતમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી (મો.૯૯૦૯૦૩૧૩૧૧)એ જણાવ્યું હતુ કે ઝોનવાર સમીક્ષા બેઠકો યોજી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી નગર પાલિકાઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો હીસાબ અને વિકાસના કામો અંગે માહિતી મેળવવામાં આવશે, જેમાં ખાસ કરી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ 'સ્વચ્છ  ભારત' નું નિર્માણ થાય તે માટે ભુગર્ભ ગટરની યોજના વેગવંતી બને મને ગટરના પાણીના શુધ્ધિકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટના કામ વેગવંતા થાય તે માટે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓને ફાળવવામાં આવેલ ગ્રાન્ટોમાંથી કામોની માહિતી મેળવી હતી.  (૩૭.૩)

(11:58 am IST)