Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અમદાવાદ એરપોર્ટને મળ્યું દેશના સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું બિરુદ:પ્રવાસન ક્ષેત્રે રાજ્યને ત્રણ એવોર્ડ

 

અમદાવાદઃ અમદાવાદના એરપોર્ટને દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું બિરુદ મળ્યું છે દેવી અહલ્યા બાઈ હોલ્કર એરપોર્ટ એવોર્ડ હેઠળ એરપોર્ટ ઓથોરિટી ઈન્ડિયા દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં એરપોર્ટની સાફ સફાઇ અને તેની સુવિધાઓને લઇ અમદાવાદ એરપોર્ટને શ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનું સન્માન કરાયું છે અન્ય એરપોર્ટ કરતા અમદાવાદનું એરપોર્ટ વધારે સવલતવાળું અને વધારે સારુ છે તેવી પ્રતિક્રિયા બહારથી આવેલા મુસાફરો દ્વારા આપવામાં આવી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટને શ્રેષ્ઠ એરપોર્ટનું જે બિરુદ મળ્યું છે

  પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. સાપુતારાને બેસ્ટ સિવિક મેનેજમેન્ટ માટે એવોર્ડ મળ્યો છે. ત્યારે બેસ્ટ એરપોર્ટની કેટેગરીમાં અમદાવાદને પુરસ્કાર મળ્યો છે.તો બેસ્ટ હેરિટેજ સિટી માટે મધ્યપ્રદેશના માંડુ સાથે અમદાવાદને જોઇન્ટ પુરસ્કાર આપવામાં આવ્યો છે

  . પ્રવાસન પ્રધાન કે.જે.એલફોન્સે પુરસ્કાર ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીઓને એનાયત કર્યા હતા. તો પ્રવાસન મંત્રાલય તરફથી ગુજરાતને પર્યટન પર્વ દરમિયાન બેસ્ટ પાર્ટીસીપેટીંગ રાજ્ય સરકારના પુરસ્કાર તરીકે સન્માનીત કરવામાં આવ્યું છે

(1:00 am IST)