Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

સહકારી ક્ષેત્રમાં મહિલાઓને અનામત મળવી જોઇએ, સહકારી મંડળીમાંથી આગળ આવેલી બહેનો જ વિધાનસભા લડશે : હાર્દિક પટેલ

રાજકોટ તા ૨૮  : ખેડુત આંદોલનમાં આગળ આવેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યું જે પ્રમાણે ૩૩ ટકા મહિલા અનામતની વાત છે એ રીતે સહકારી ક્ષેત્રે બહેનોને અનામત દ્વારા ભાગીદારી આપવી જોઇએ. ગામ કે શહેરમાં જયાં કયાંય પણ ખેતમંડળી કે અન્ય કોઇ પણ સહકારી મંડળી હોય ત્યાં બહેનોની નિશ્ચિત સંખ્યા અનામત હોવી જોઇએ.જે રીતે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં અનામત કવોટા જાહેર કર્યા છે. એ જ રીતે એના મુખ્ય પદો પર પણ બહેનો માટે અનામત કવોટા જાહેર થવો જોઇએ. માત્ર મહિલાઓની અલગ મંડળી બનાવીએ એના કરતા દરેક પ્રકારની મંડળીમાં મહિલાઓને સ્થાન આપવામાં આવે તો સમાજમાં ઘણો ફરક પડી શકે. દરેક સહકારી મંડળી જયારે રચાય અને સરકારી દસ્તાવેજીકરણ થાય ત્યારે એમાં એ જોગવાઇ હોવી જોઇએ કે મંડળીને ત્યારે જ મંજુરી મળે જયારે એમાં ૩૩ ટકા મહીલા હોય.જો સંસદમાં મહીલા અનામતની વાત હોય તો પ્રાઇવેટ અને સહકારી ક્ષેત્રો પણ એમાંથી બાકાત ન રહેવા જોઇએ. જો બહેનોને અનિવાર્ય પણે સહકારી મંડળીમાં સ્થાન આપવામાં આવે તો બહેનો ધીમે ધીમે એમાંથી જ આગળ આવશે અને વિધાનસભામાં ચૂંટણી લડતી થશે. પાટીદાર સમુદાયમાં મોટી સંખ્યામાં બહેનો ખેતી સાથે સંકળાયેલા છે.

તમે ભવિષ્યમાં ખેતી અંગે કોઇ પહેલ કે પગલા લેશો તો એમાં બહેનોને કેટલું સ્થાન મળશે?

હાર્દિક પટેલે કહ્યું હતું કે મે જયારે લગ્ન કર્યા ત્યારે જ નિવેદન કર્યુ હતું કે મારા તમામ નિર્ણયમાં બહેનોની ભાગીદારી હશે. પછી તે રાજકીય બાબત હોય કે ખેતીની બાબત હોય.

(4:32 pm IST)