Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

મહેસાણા :ધોળેદિવસે એક્સિસ બેન્કની કેશવાનમાંથી 23 લાખની લૂંટ

મહેસાણામાં ધોળેદહાડે સરાજાહેર ૨૩ લાખની લૂંટ થતા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે આ અંગે મળતી વિગત મુજબ મહેસાણા રાધનપુર ચાર રસ્તા પાસે એક્સિસબેંકના એટીએમમાં પૈસા ભરવા આવેલી વાનમાંથી આ રૂપિયાની લૂંટ થઈ છે. પૈસા ભરવા આવેલી વાનની આગળની સીટમાંથી પૈસા ભરેલો થેલો ઉઠાવી ગઠીયાઓ ફરાર થઈ ગયા છે. મહેસાણા બી ડિવિઝન પોલીસે ચોરોને શોધવા દોડધામ શરૂ કરી છે.

(7:59 pm IST)