Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ભરૂચના કરજણમાં તસ્કરોનો તરખાટ :ઘરમાંથી સોનાના દાગીના સહીત 2.85 લાખની ચોરી

ભરૂચ તાલુકાના કરજણમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ઘરમાંથી 2,85 લાખની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર ભરૂચ તાલુકાના કરજણ ગામમાં રહેતા ભરતભાઇ શનુભાઇ પટેલના ઘરમાં ગતરાત્રીના તસ્કરોએ ઘરના પાછળના દરવાજાની લોખંડની જાળીની કડી હાથથી ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા.

  તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરના વચ્ચેના ભાગે અાવેલી લોખંડની તીજોરીમાંથી સોનાનો સેટ, મંગળસુત્ર, વિટી, કાનની બુટ્ટી મળી કુલ કિંમત રૂપિયા 2,75,000 તથા લાકડાના કબાટમાંથી રોકડા 10,000 મળી કુલ 2,85,000 ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જે સંદર્ભે નબીપુર પોલીસ સ્થળે ફરિયાદ નોંધાવતા નબીપુર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

(11:45 pm IST)