Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજપીપળા શહેરમાં જૂનો અખાડો,જિન કમ્પાઉન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બનતા લગામ જરૂરી

બંને સ્થળ ની વિશાળ જમીન કલેકટરે શ્રી સરકાર કરવી જોઈએ તેવી લોક માંગ :તાજેતરમા જુના અખાડામાં ડબલ મર્ડર થયા હતા જ્યારે જિન કમ્પાઉન્ડમાં ખુલ્લેઆમ મારમારીનો વિડિઓ વાયરલ થતા પોલીસ ફરીયાદ નોંધાઈ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા વર્ષોથી બંધ પડેલા જુના અખાડા જે વર્ષો થી બિનઉપયોગી અને અવાવરું છે સહકારી જિનમાં તો કોઈ મશીનરી સાધન સામગ્રી નથી કાગળ પાર ચાલતી આ મંડળીની ખુલ્લી જમીન અસામાજિક  તત્વો માટે જાણે અડ્ડો બન્યા હોય તેમ આવી જગ્યાઓ ઉપર કેટલાક તત્વો દારૂની પાર્ટી કરવી કે અન્ય બાબતે સક્રિય થયા હોવાની બુમો સંભળાઈ રહી હતી ત્યારેજ હાલમાં જુના અખાડા માં ડબલ મર્ડર અને જિન કમ્પાઉન્ડમાં મારા મારી ની ઘટના બનતા આ બાબતે બંને ઘટનાઓમાં પોલીસ ફરીયાદ પણ થઈ હતી.

 રાજપીપળા શહેરમાં આવી અમુક જગ્યાઓ પર જરૂરી પગલાં લઈ તેને સદંતર બંધ કરવા લાગતા વળગતા વિભાગે તજવીજ હાથ ધરવી જરૂરી છે જો આવી અવાવરું જેવી જણાતી જગ્યાઓ પર લગામ નહિ લગાવાય તો અસામાજિક તત્વો આવી જગ્યાઓ પર પોતાની મનમાની કરી ગુના ને અંજામ આપે તો નવાઈ નહિ તેવી લોક ચર્ચા હાલ શહેરમાં સંભળાઈ રહી છે.

(11:16 pm IST)