Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

નર્મદા જિલ્લાના માંગુ ગામના રાજેશભાઈ બારીયાને DYSPનું પ્રમોશન મળતા ગ્રામજનોમાં ખુશી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખોબા જેટલા માગું ગામના વતની કે જેઓ તાજેતરમાં પોલીસ વિભાગ માં ડીવાયએસપીનું પ્રમોશન મેળવી ગામની સાથે સાથે જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે
 આ ગામમાં માત્ર ૨૮૦ જેટલી વસ્તી છે અને માત્ર ૨૨૦ જેટલું વોટીંગ નોંધાયેલું છે નર્મદા જિલ્લાની માત્ર એક નાનકડા ગામની સ્વતંત્ર પંચાયત છે છતાં આ ગામના રાજેશભાઇ બારીયાએ બારીયા સમાજનું ગૌવરવ વધાર્યું અને Pi માંથી DYSP તરીકે બઢતી મેળવતા ગ્રામજનો અને બારીયા સમાજે અભિનંદન ની વર્ષા વરસાવી હતી.આમ નાનકડા ગામના હોવા છતાં પોલીસ વિભાગમાં ઉચ્ચ પદવી હાંસલ કરી જિલ્લા અને સમાજનું ગૌરવ વધારતા પંથકમાં ભારે આનંદ જોવા મળ્યો છે

(11:17 pm IST)