Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ગુજરાતની નંબર વન વેલીયન્ટ ક્રિકેટ કલબની બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા નર્મદાના વિશાલ પાઠક

વિશાલ પાઠકે નેપાળ, દિલ્હી,જયપુર,મલેશિયા અને ગુજરાતમાં અનેક સ્થળો પર ક્રિકેટ ટિમની આગેવાની કરી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત ની નમ્બર વન વેલીયન્ટ ક્રિકેટ કલબ તરફ થી નર્મદા જિલ્લાના વિશાલ પાઠક ક્રિકેટ રમી રહ્યા છે નર્મદા જિલ્લાની રાજપીપલા કિંગ્સ ના કેપ્ટન વિશાલ પાઠક એ વર્ષ 2019 માં દમણ ખાતે રામાયેલ વેલીયન્ટ પ્રીમિયર લીગમાં રાજપીપલા કિંગ્સને ફાઇનલ મેચ સુધી પોતાની ટિમને પહોંચાડી હતી જોકે ફાઇનલ મેચ માં ટીમે હાર નો સામનો કરવો પડ્યો હતો.

 નર્મદા જિલ્લાના એક માત્ર ક્રિકેટર વિશાલ પાઠક એ અત્યાસુધી ઘણા રાજ્યોમાં પોતાની ક્રિકેટર તરીકેની આગવી ઓળખ ઉભી કરી છે વિશાલ પાઠકે નેપાળ, દિલ્હી,જયપુર,મલેશિયા અને ગુજરાતમાં અનેક સ્થળો પર ક્રિકેટ ટિમની આગેવાની કરી છે અને ટીમ તરફ થી રમતા ઘણી વિકેટો પણ ઝડપી છે સાથે સાથે ટીમ માટે રન બનાવી પોતાની ટીમને વિજેતા પણ બનાવી છે.નર્મદા જિલ્લાના વિશાલ પાઠક ને વર્લ્ડકપમાં પ્રથમ હેટ્રિક લેનાર ચેતન શર્મા અને ભારત ને પ્રથમ એશિયા કપ જીતાડનાર સુરીન્દર ખન્ના નામ થી પણ ઓળખે છે જ્યારે બૉલીવુડ ની વાત કરીએ તો આશીકી મુવી ફેઈમ રાહુલ રોય,મશહૂર સિંગર સ્ટેબીન બેન,મિત બ્રોસ,તારક મહેતા ના બાઘા ના પાત્રમાં આવતા (તન્મય વેકરીયા),નટુકાકા પણ વિશાલ પાઠક ને  અંગત રીતે ઓળખે છે.ત્યારે હાલ માંજ તેમને વેલીયન્ટ ક્રિકેટ માં નર્મદા જિલ્લા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે બ્રાન્ડ એમ્બેસેડર બનતા ની સાથે જ ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા નર્મદા જિલ્લાના એક એવો વ્યક્તિ છે કે ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર એ પણ વિશાલ પાઠક એ ટ્વીટર પર અપલોડ કરેલ બ્લડ ડોનેશન ના ફોટા પર કોમેન્ટ કરી હતી કહી શકાય કે ક્રિકેટ ના ભગવાન ની કોમેન્ટ આવે તો કેટલો ઉત્સાહ હોઈ તે તો માત્ર વિશાલ પાઠક જ જાણી શકે છે,હાલ વેલીયન્ટ ક્રિકેટ ની બ્રાન્ડ ના નર્મદા જિલ્લા ના બ્રાન્ડ એમ્બેસેડર બનતા તેઓ ખૂબ ખુશ છે આ તમામ બાબતો ને વિશાલ પાઠકે પોતાના પરિવાર ના સપોર્ટ અને વેલીયન્ટ ક્રિકેટ ને કારણે જ આ બહુમાન મળ્યું છે તેમ જણાવ્યું હતું.

(11:10 pm IST)