Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ધો-૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો

ધો.૧૦ના માર્ક ધ્યાને લેવા થયેલી પીટીશન ફગાવાઈ : ધો.૧૨માં એકાઉન્ટ-આકડાશાસ્ત્રના વિષયમાં, ધોરણ ૧૦નું ગણિત ધ્યાન પર ના લેતા માર્કસ-ટકાવારી ઘટશે

અમદાવાદ, તા.૨૮ : ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ ૧૨ કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ ૧૦ ના ગણિતના માર્કસ ધ્યાને લેવા માટે થયેલી પિટિશન મામલે ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી દીધી છે. જેને લઇને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે અરજીમાં રજૂઆત કરી હતી કે, ધોરણ ૧૨ કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ ૧૦ નું ગણિત ધ્યાન પર ના લેતા મોટા ભાગના વિદ્યાર્થીઓના માર્કસ અને ટકાવારી ઘટી જશે. કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર વિષયએ ગાણિતીક વિષય છે અને ધોરણ ૧૦ નું ગણિત તેનો પાયો છે. જીએસઈબીએ કરેલા અર્થઘટન મુજબ ગણિતના ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે, જે વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા છે. ખોટી રીતે માકર્સ ગણાશે તો વિદ્યાર્થીઓને ટકાવારીમાં ૮ થી ૧૦ ટકાનું નુકસાન થાય એમ છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી દીધી છે. જેને લઇને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

(9:33 pm IST)